________________
- બીજી આવૃત્તિમાંથી ઉદ્દધૃત
છ છછ
Wડાશકીયવિવેદ
નોંધ : ચિત્રસંપુટની આ ત્રીજી આવૃત્તિ છે. આ આવૃત્તિના વાચકોને આ સંપુટના જન્મથી લઇને પ્રકાશિત સુધીની જૂની વિગતોની જાણ થાય એ માટે પહેલી બે આવૃત્તિમાં પ્રકારાકીય અને સંપાદકીય જે નિવેદનો ત્રણેય ભાષામાં છાપ્યાં હતાં તે જ અહીં આપ્યાં છે.
આ કાળના અંતિમ - ચોવીસમા તીર્થકર શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવના જીવન પ્રસંગોને આકર્ષક ચિત્રોમાં રજૂ કરતું, વિપુલ ખર્ચે તૈયાર થયેલું, એક સંપુટ અમારી સંસ્થા પ્રગટ કરી રહી છે તેથી અમો ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ.
આ ચિત્રો જાણીતા કલાનિષ્ણાત, સિદ્ધહસ્ત ધર્માત્મા ચિત્રકાર શ્રી ગોકુલભાઈ કાપડિયાએ બનાવ્યાં છે. તેમણે ભગવાન શ્રી મહાવીરના જીવન અને તેઓશ્રીના પ્રસંગો અંગેનું આલેખન ખૂબ ચિંતન-મનન કર્યા પછી પૂજય કલાવિજ્ઞ ગુરુદેવનું માર્ગદર્શન મેળવીને ક્યું છે. ખરેખર ! એમણે અખૂટ ધીરજ ધરીને પોતાની સર્વશ્રેષ્ઠ શકિતઓને કાર્યાન્વિત કરી, અતિ આકર્ષક, ભાવવાહી, સૌ કોઇને મુગ્ધ બનાવે તેવાં મનોરમ ચિત્રો તૈયાર કરીને ભગવાન શ્રી મહાવીરદેવના પ્રેરણાત્મક જીવનનું હૃદયંગમ દર્શન કરાવ્યું છે.
પરિચયના પ્રારંભમાં આપેલાં હેતુલક્ષી સુશોભનો-પ્રતીકો અને રેખાપટ્ટીઓ (નીચેની બોર્ડરો), પરિશિષ્ટ વિભાગની રેખાપટ્ટીઓ અને પ્રતીકોનું રેખાંકન પૂજય ગુરુદેવે આપેલી વિવિધ કલ્પનાઓ, નમૂનાઓ અને માર્ગદર્શનને અનુસરીને અને પોતાની કલાની દ્રષ્ટિને કામે લગાડીને ડભોઇના કુશળ ચિત્રકાર માઇશ્રી રમણિકા શાહે કાળજી અને લાગણીથી સ્વચછ અને સુંદર રીતે કર્યું છે. તે બંને ચિત્રકારોને અમે હાર્દિક ધન્યવાદ આપીએ છીએ. | ઇતર ધર્મના સંસ્થાપકો, પ્રવર્તકો કે અવતારી વ્યકિતઓ જેવાં કે ઇશુખ્રિસ્ત, બૌદ્ધ, કૃષ્ણ વગેરેનાં ચિત્રમય સંપુટો નો વરસધી સુલભ હતાં, જયારે આપણા તારક પરમાત્મા, કરણામૂર્તિ, અહિંસક વિભૂતિ, વિશ્વવત્સલ ભગવાન મહાવીરનું સંપૂર્ણ અને સવાંગી સંપુટ એકેય ન હતું. સેંકડો વરસોથી ચાલી આવતી આ ગંભીર ક્ષતિ પરમપૂજય સાહિત્યકલારત્ન મુનિવર શ્રીમાનું યશોવિજયજી મહારાજને વરસોથી ખૂબ જ ખતી હતી તેથી તેઓશ્રીએ આ કાર્ય હાથ ઉપર લીધું અને એની પાછળ વિવિધ રીતે. એકધારો શ્રમ ઉઠાવીને, અનેક મુસીબતોને પાર કરીને આ ભગીરથ કાર્યને સાંગોપાંગ પાર પાડયું, આ માટે અમાં અને સારોય જૈનસમાજ ગૌરવ અનુભવીએ છીએ. ૨૫૦૦ વરસના ઇતિહાસમાં આવું કાર્ય થવા પામ્યું નથી. મુનિએ જનસમાજને જ નહિ, રાષ્ટ્રને નહિ પણ વિશ્વને મોટી ભેટ આપી છે, ભાવિ ઇતિહાસ આની સુવર્ણાક્ષરે નોંધ લેશે.
પૂજય મુનિશ્રી યશોવિજયજી મહારાજ કલામર્મજ્ઞ છે. કલા અંગેની એમની સૂઝ ઊંડી છે, નજર ચોટદાર છે, એથી તેઓશ્રી શ્રેષ્ઠ કલાકાર, કારીગરોના પણ માર્ગદર્શક બનતા રહયા છે, કલાકારોને પણ તૈયાર કરતા રહયા છે. સુપ્રસિદ્ધ ચિત્રકારો પણ તેનો શ્રી પ્રત્યે આદર ધરાવે છે. કલાના સિદ્ધાન્તો અને નિયમથી પ્રસ્પેકટીવ, પ્રપોસન વગેરેથી) ઠીક ઠીક પરિચિત હોવાથી એમનાં હસ્તકનાં ચિત્રો, કલાકૃતિઓ વધુ સુવ્યવસ્થિત, શાસ્ત્રીય, શુદ્ધ અને સુંદર બને છે, રેખા અને રંગને સમજવાની બક્ષિસ સહજ હોવાથી એમની નજર તળે થતાં ચિત્રોનો ઉઠાવ અન્ન આકર્ષક અને સર્વાગ સુંદર બને છે. તેઓશ્રીની કલાવિષયક શકિતનોનો લાભ આ સંપુટને શ્રેષ્ઠ રીતે મલ્યો છે, તેથી આ પ્રકાશન ખરેખર ! એક અનુપમ, અજોડ અને ભવ્ય બન્યું છે. ભગવાન મહાવીર ઉપર પ્રમાણભૂત કલાત્મક સચિત્ર જીવન પહેલીવાર પ્રકાશિત થઇ રહયું છે. અમને શ્રદ્ધા છે કે ચતુર્વિધ જનસંઘ તથા અન્ય કલારસિકો આ અભૂતપૂર્વ શ્રેષ્ઠ પ્રકાશનનો સ્વીકારે આદર અને બહુમાનપૂર્વક કરશે.
ત્યાગી-વૈરાગી જીવન જીવનારા સાધુઓને કલાનું આકર્ષણ ખાસ હતું નહિ તેથી, તેમજ બીજાં કારણોસર કાગળ કે કાષ્ટાદિ ઉપર ભગવાન મહાવીરનાં ચિત્રો ચિતરાવેલાં જોવા મલ્યાં નથી. એ સંજોગોમાં પૂ. મુનિજીએ પહેલીજવાર ભગીરથ પ્રયત્ન અને ભારે શ્રમદ્વારા બહુમૂલ્ય ચિત્રસંપુટને પ્રસિધ્ધ કરવા માટે ઉઠાવેલા સર્વોપકારક પ્રયત્ન જોઈને અમો ભારે ગૌરવ અનુભવીએ છીએ.
આ કાર્ય અમો પાર પાડી શકયા એનો પ્રધાન યશ તો ખરેખર ! મુનિને ધટે છે. આ કાર્યની તમામ જવાબદારીઓ તેઓશ્રીએ જ સ્વીકારી હતી.મારંભન્ચ નામનંની નીતિનો સમાદર કરનારા મુનિજીએ મુકેલીઓ અને મુસીબતોની પરંપરા વચ્ચે પણ પ્રબળ પુરુષાર્થ અને પૂરો પરિશ્રમ ઉઠાવીને જનસમાજને જ નહિ. પણ રાષ્ટ્રને - જાહેર જનતાને ભારતની મહાન વિભૂતિના જીવનપ્રસંગોની એક અણમોલ ભેટ આપી છે.
સંપૂર્ણ ગ્રન્થનું આયોજન પૂજય ગુરુદેવની ઊંડી સુઝવાળી, વ્યાપક પ્રતિભાશીલ દ્રષ્ટિ નીચે થયું છે. પ્રત્યેક ચિત્રનો પરિચય, પાછલા ભાગમાં આપેલાં પાંત્રીસ ચિત્રો અને પૂર્વભવોનો સાંગ પરિચય, તે પછી આપેલો અજુપયોગી બાર પરિશિષ્ટો, તથા ૩૫ કલચિત્રોનો પરિચય નીચે મૂકેલી રૂ૫ રેખાપટ્ટીઓ તથા પરિશિષ્ટ વિભાગમાં છાપેલી ૫ પટ્ટીઓ મળીને કુલ ૪૦ પટ્ટીઓ અને ૩૫ ચિત્રપરિચર્ય વચ્ચે ૧૦૫ પ્રતીકો મૂકવામાં આવ્યાં છે અને તેનો પરિચય પાછળનાં પીળાં પાનાંમાં માત્ર ગુજરાતી ભાષામાં આપ્યો છે. ત્યાર પછી પ્રકાશિત થયેલી બીજી આવૃત્તિમાં (૪C+૨૦ + ટાઇટલપટ્ટી ૧ = ૬૧ રેખાપટ્ટીઓ છે અને પ્રતીકો (૧૦૫ + ૩૫ ૧૪૦ છે. તે ઉપરાંત પરિશિષ્ટો હિન્દી તથા અંગ્રેજીમાં પણ આપ્યાં છે. બીજી આવૃત્તિમાં વધારેલી પટ્ટીઓ તથા પ્રતીકોનો પરિચય આપ્યો નથી.
જૈન સંસ્કૃતિ, જૈન આચારો, તેને લગતાં સાધનો, પ્રસંગો અને કલાને વિવિધ રીતે રજૂ કરતી પટ્ટીઓ. અને પ્રતીકો સુવર્ણની વીંટીમાં રત્ન શોભે તે રીતે શોભી રહયાં છે, તેના પટ્ટીઓ અને પ્રતીકો મુનિજીની ઊંડી તેમજ વ્યાપક કલ્પનાશકિત તથા કલાસૂઝના જીવંત પુરાવાઓ છે. તેઓશ્રીની નિગાહ નીચે જ આ કાર્ય થયું હોવાથી એનું રેખાંકન સુંદર, સ્વચ્છ અને વ્યવસ્થિત થવા પામ્યું છે. આ રેખાચિત્રો પાછળ મુનિજીએ પોતાનું જ્ઞાન, વિજ્ઞાન, અનુભવ અને કલાદ્રષ્ટિનું કેવું અર્પણ કર્યું છે ? તેનો વાસ્તવિક ખ્યાલ તેને ઝીણવટથી જોવાથી જ આવી શકશે. પૂજય મુનિશ્રીએ ઉઠાવેલા એકધારા પુરુષાર્થ અને અથાગ પરિશ્રમને અમો નતમસ્તકે વંદન કરીએ છીએ અને લો કોત્તર પરમાત્માના જીવનપ્રસંગોની બેનમૂન કલાકૃતિ આપવા બદલ તેઓશ્રીનો ભૂરિ ભૂરિ આભાર માનીએ છીએ.
દેશ-પરદેશના વાચકો ભગવાન શ્રી મહાવીરના પ્રેરક જીવનને સમજી શકે એ માટે પ્રત્યેક ચિત્રનો પરિચય, ચિત્રની સામે અને ચિત્રની નીચે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લીશ એમ ત્રણ ભાષામાં આપ્યો છે. આધ ગુજરાતી પરિચય મુનિજીએ લખ્યો છે અને તે ઉપરથી અનુવાદના સ્થળની મર્યાદાને આધીન રહીને હિન્દી, અંગ્રેજી પરિચય આપવામાં આવ્યો છે. હિન્દી અનુવાદ સાહિત્ય સાંખ્ય યોગાચાર્ય ડો.રુદ્રદેવ ત્રિપાઠીએ અને અંગ્રેજી અનુવાદ સાપ્તાહિક 'મુંબઈ સમાચાર'ના વિદ્વાન તંત્રી શ્રીયુતું શાંતિકુમાર ભટ્ટ તથા પૂનાના અર્ધમાગધીના પ્રો. એન. એલ. વઘે કાળજીપૂર્વક કરેલો છે. આ માટે અનુવાદ કોને ધન્યવાદ ઘટે છે.
૦ ૦
)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org