Book Title: Swadhyay Granth Sandoh
Author(s): Sha Sarabhai Jeshingbhai
Publisher: Sha Sarabhai Jeshingbhai

View full book text
Previous | Next

Page 6
________________ કિંચિત્ પ્રાસ્તાવિકમ્. જગત કે જે જડ ચેતનના દ્વન્દરૂપ છે, જેમાં જન્મમરણ કરતા પ્રત્યેક જીવના ચૈતન્યને જડનાં આવરણ એ આવરી લીધાં છે, એથી જ્યાં જીવ પોતાના સ્વરૂપને પણ સમજી શકતો નથી, પરિણામે સુખની ઈચ્છાવાળે છતાં, સુખને અને તેને મેળવવાના સાચા ઉપાને નહિ ઓળખવાથી, પોતાના પ્રયત્નોથી ઉલટ વધુ દુઃખી થાય છે, એમ સંસારમાં અનન્ત કાળ જવા છતાં જીવ સુખી થઈ શક્યો નથી, ત્યારે કબૂલવું પડે છે કે જીવ કોઈ અગમ્ય ભૂલ કરી રહ્યો છે. એ ભૂલ એને સમજાય નહિ ત્યાં સુધી એ સુખના માર્ગે પણ આવી શકે નહિ તે સુખી તે થાય જ શી રીતે ? આ પરિસ્થિતિમાં પરમ કાણિક શ્રી તીર્થંકર પરમાત્માએ એ ભૂલને સ્વજ્ઞાન બળે જાણી અને જીવને એ જણાવવા પિતાનું સમગ્ર જીવન બચી દીધું છે. “આ ભૂલ છે અજ્ઞાન અને મોહની પરવશતા અનાદિ કાળથી આત્માની સાથે જોડાયેલો મેહ જીવને પરપદાર્થમાં મૂઢ બનાવી વિવિધ નાચ નચાવે છે, અનેક રૂપે પડે છે, એમ છતાં જીવ તે મેહને ઓળખી શકતા નથી, કારણ કે મેહનું સાથીદાર અજ્ઞાન એ મેહને છૂપાવે છે, ઓળખવા દેતું નથી; એમ અજ્ઞાન મેહનું રક્ષણ કરે છે અને મેહ અજ્ઞાનનું પિષણ કરે છે. અને પરસ્પરના સહકારથી જીવને પિતાના સ્વરૂપનું સુખનું ભાન થવા દેતાં નથી,

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 606