Book Title: Swadhyay 1994 Vol 31 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વલાલ રીપત્સવી અને વસંતપંચમી વિ. સં. ૨૦૪૯-૫૦ પુસ્તક ૩૧ નવેમ્બર ૧૯૯૩-ફેબ્રુઆરી ૧૯૯૪ અંક ૧-૨ પુરાણ: દર્શન અને વિમર્શ* સુરેશચંદ્ર ગ. કાંટાવાળા+ ભારતીય ધાર્મિક અને બિનધાર્મિક સાહિત્યમાં પુરાણ અપૂર્વ સ્થાન ભોગવે છે. ૧૫૦૦ વર્ષથી પણ વધારે સમયથી તેઓએ ભારતવાસીઓના જીવનમાં પ્રેરણાનાં ઉદ્દભવસ્થાનનું પદ પ્રાપ્ત કર્યું છે. રામાયણ અને મહાભારતની જેમ પુરાણોએ કવિકર્મમાં પ્રેરણા આપી અણમોલ કાળો નોંધાવ્યો છે. વિવિધ સમયે રચાયેલાં પુરાણોમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક માહિતી, સાહિત્યશાસ્ત્રપરક, લલિતકલાપક, વાસ્તુશાસ્ત્રપરક, ચિત્રશાસ્ત્રપરક, દર્શનશાસ્ત્રપરક તેમ જ ભૌગોલિક અને ધાર્મિક અને અન્ય વિષયક માહિતી પ્રાપ્ત થાય છે. આમ તેઓ એક વિશ્વકોશ જેવાં બની ગયાં છે. વેદ, રામાયણ અને મહાભારતની જેમ પુરાણે ભારતની અણમોલ વિશાળ સાહિત્યિક સંપત્તિ છે. બધાં પુરાણોની સમીક્ષિત આવૃત્તિઓ હજી સુધી ઉપલબ્ધ નથી; તે દુઃખની વાત છે. કોઈપણ સંસ્કૃત ગ્રંથના, પ્રાકૃત ગ્રંથના કે વૈદિક ગ્રંથના વૈજ્ઞાનિક અધ્યયન માટે તે ગ્રંથની સમીક્ષિત આવૃત્તિ આવશ્યક છે. પુરાણાને પાઠ પ્રવાહી (fluid) હતા અને તેથી સમયે સમયે તેમાં સુધારા વધારા અને ફેરફારો થતા રહ્યા છે. આ રીતે પુરાણના પાઠ સમયે સમયે નવા નવા થતા રહ્યા છે. યાકે (નિરુક્ત ૩.૧૯.૧૪) આપેલ YIM શબ્દનું નિવચન “કુરા નવ મતિ ” આ સંદર્ભમાં એક નવું અર્થગાંભીર્ય ધારણ કરે છે. આ કારણે પુરાણપાઠ માં વિવિધ સમયના વિવિધ સ્તરો જોવા મળે છે. - વારાણસીસ્થ “અખિલ ભારતીય કાશીરાજ ન્યા” કુર્મપુરાણ, વામન પુરાણ અને વાહપુરાણુની સમીક્ષિત આવૃત્તિ પ્રકાશિત કરી છે. ગરુડપુરાણ, સ્કન્દપુરાણના માનસખંડની અને “ સ્વાધ્યાય", પુસ્તક ૩૧, અંક ૧-૨, દીપોત્સવી વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૩ફેબ્રુઆરી ૧૯૯૪, ૫. ૧-૧૦. • ગુજરાત રાજ્ય યુનિવર્સિટી અને કોલેજ સંસ્કૃત અધ્યાપક મંડળના આમયે “ શાંતિનિકેતન ” આશ્રમ, તિથલમાં “પુરાણશાસ્ત્ર” ઉપર યોજાયેલ પરિસંવાદમાં ( તા. ૧૬, ૧૭ અને ૧૮ એપ્રિલ ૯૯૩) આપેલ સર્વગ્રાહી પ્રવચન. + શ્રીરામ', કાતારેશ્વર મહાદેવની પોળ, બાજ વાડા, વડોદરા-૩૯૦૦૦૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 108