________________
अथ स्थानमुक्तासरिका સ્પર્શનો અનુભવ કરે છે અને સૂર્ય તપતો હોય ત્યારે સૂર્યના ગરમ સ્પર્શનો અનુભવ કરે છે. આમ ઉષ્ણ સ્પર્શ અને શીત સ્પર્શનો અનુભવ એકી સાથે એક જીવને થાય છે.
સમાધાન - એમ નહી કહેવું. એક સાથે બે ભિન્ન સામગ્રી હોય. શીત સ્પર્શની સામગ્રી અને ઉષ્ણ સ્પર્શની સામગ્રી હોય, પણ ઠંડા સ્પર્શનો અનુભવ ચામડીથી થયા પછી શીત સ્પર્શનું જ્ઞાન અને સૂર્યના તાપથી ગરમ સ્પર્શનું જ્ઞાન ક્રમિક જ થાય છે. કારણ કે માત્ર વિષયની સામગ્રીથી જ્ઞાન થતું નથી. તેની સાથે આત્માનો ઉપયોગ પણ ભળવો જોઈએ. ઉપયોગ ક્રમિક જ હોય છે. અને એકી સાથે બે ઉપયોગ હોતા નથી. એટલે શીત સ્પર્શનું જ્ઞાન જ્યારે આત્માનો ઉપયોગ હોય ત્યારે થાય છે, અને ઉષ્ણ સ્પર્શનું જ્ઞાન પણ તેની સાથે આત્માનો ઉપયોગ હોય ત્યારે થાય છે. પણ આપણને એવો ભ્રમ થાય છે કે બંને જ્ઞાન-શીત સ્પર્શનું અને ઉષ્ણ સ્પર્શનું જ્ઞાન સાથે થયું. તેનું કારણ એવું છે કે સો પાંખડીવાળા કમળને સોયથી ભેદીએ તો એમ લાગે છે કે – સો પાંખડી એકી સાથે સોયથી ભેદાઈ ગઈ પણ કમળની પાંખડી એક ભેદાયા પછી જ બીજી ભેદાય છે. પરંતુ જલ્દીથી ક્રિયા થતી હોવાથી એક સાથેનો ભ્રમ થાય છે. સમય અને મન અતિસૂક્ષ્મ હોવાથી એક સાથેની પ્રતીતિ થાય છે. પણ બે ઉપયોગ એક સાથે હોય નહીં.
જો એમ ન માનો તો બીજે ઠેકાણે ગયેલા ચિત્તવાળો આગળ (સામે) રહેલા હાથીનો પણ શું વિષય નહીં કરે? કરે જ. આથી એક સમયે એક જ ઉપયોગ હોય.
અથવા સત્ય આદિ સ્વરૂપવાળો મનોયોગ એક કાળે એક જ હોય છે. વિરોધ આવતો હોવાથી બે આદિનો ઉપયોગ હોતો નથી.
વાવ વચન એટલે બોલવું તે વચન. ઔદારિક, વૈક્રિય, આહારક શરીરના વ્યાપાર વડે પ્રહણ કરાયેલ ભાષા દ્રવ્યના સમૂહની સહાયતાથી જીવનો વ્યાપાર તે વચનયોગ છે. તે ભાષા સત્ય, અસત્ય આદિ ભેદથી અનેક હોવા છતાં પણ વચન સામાન્યમાં અંતર્ગત હોવાથી વચન એક છે. અથવા એક કાળે એક જ યોગ હોવાથી વચન એક છે.
વાય ઔદારિક આદિ શરીરવાળા આત્માનો વીર્ય-શક્તિ પરિણામ વિશેષ તે કાયયોગ છે. તે કાયયોગ સાત પ્રકારનો હોવા છતાં પણ જીવ અનંત હોવાથી તેના અનંત ભેદ હોવા છતાં પણ કાયયોગ સામાન્યથી એક જ કહેવાય છે. સાત કાયયોગમાંથી એક સમયે કોઈ એક જ હોવાથી એક કાળે એક જ હોય છે.
શંકા - એક સમયે બે કાયયોગ કેમ ન હોય? આહારક પ્રયોગના સમયે ઔદારિક હોય જ. છે આવું સંભળાય છે તો એક સમયે બે કાયયોગ કેમ ન હોય?
સમાધાન - એવું ન કહેવું. કારણ કે બે હોવા છતાં પણ બેના વ્યાપારનો અભાવ છે. માનો કે બંને યોગ છે તો તેના વ્યાપાર વખતે મિશ્ર યોગતા જ છે. દા.ત. જેમ કેવલી સમુઘાતમાં સાત, છ, અને બીજા સમયે ઔદારિક મિશ્ર કાયયોગ હોય છે.