________________
स्थानांगसूत्र
व्याप्रियमाणत्वेऽपि
४३
यौगपद्यप्रतीतेर्भ्रान्तत्वेनैकत्वस्याव्याहतत्वाच्चेति । आदिपदेन कायव्यापारविशेषाणामुत्थानभ्रमणबलवीर्यपुरुषकारपराक्रमादीनां ग्रहणम्, एतेषां वीर्यान्तरायक्षयोपशमवैचित्र्यतः प्रत्येकं जघन्यादिभेदैरनेकत्वेऽप्येकजीवस्यैकदा क्षयोपशममात्राया एकविधत्वादेकत्वं विभावनीयम् ॥५॥
આત્માના ધર્મના આશ્રય વડે કહે છે :
વૈક્રિય શરીર બે પ્રકારે છે. (૧) ભવધારણીય વૈક્રિય (૨) ઉત્તર વૈક્રિય.
ભવધારણીય વૈક્રિય શરીર ઃ- બહારના પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના વૈક્રિય શરીરની રચના પોતપોતાના ઉત્પત્તિ સ્થાનમાં જીવો વડે કરાય છે તે ભવધારણીય વિધુર્વણા. (ભવધારણીય વૈક્રિય શરીર) કહેવાય છે.
વિકુર્વણા સામાન્યથી કથંચિત્ એક છે. ‘એક સમયમાં’ ‘એક જીવ’ એ પ્રમાણે એક હોવાથી એક છે.
ઉત્તર વૈક્રિય શરીર ઃ- બહારના પુદ્ગલોને લેવાથી જે બનાવાય છે તે ઉત્તર વૈક્રિય શરીર. તે રચના વિચિત્ર અભિપ્રાયપૂર્વક હોવાથી, વૈક્રિય લબ્ધિવાળા, તેવા પ્રકારની શક્તિવાળા હોવાથી એક જીવની અનેક રચના પણ થાય છે. અર્થાત્ એક જીવ અનેક ઉત્તર વૈક્રિય બનાવી શકે છે.
मननं
ચિંતન કરાય તે મન.
મનન કરાય તે મન.
ઔદારિકાદિ શરીરના વ્યાપારથી લીધેલા મનોવર્ગણાના પુદ્ગલ દ્રવ્યની મદદથી જીવનો જે વ્યાપાર તે મનોયોગ છે. અથવા મતે અનેન જેના વડે ચિંતન કરાય. મનન કરાય તે મન. દ્રવ્ય વિશેષ છે.
તે મન સત્ય આદિ ભેદથી અનેક પ્રકારનું હોવા છતાં પણ અથવા સંજ્ઞીઓ અસંખ્યાત હોવાથી અસંખ્ય ભેદવાળું હોવા છતાં પણ બધા મનનું મનન લક્ષણ હોવાથી એક મન છે.
અથવા જે સમયે વિચાર કરાય છે તે સમયે એક જીવની અપેક્ષાએ એક જ મનોયોગ છે. કોઈપણ સમયે બે, ત્રણ આદિ મનોયોગનો સંભવ નથી. તેથી જીવોનો એક ઉપયોગ હોવાથી મનનું એકત્વ છે.
શંકા :- એક ઉપયોગવાળો જીવ નથી. કારણ કે એકી સાથે શીત, ઉષ્ણ બે સ્પર્શનો અનુભવ થાય છે. એક પુરૂષને એક સમયે શીત સ્પર્શનો ઉપયોગ છે તે જ સમયે બીજા પુરૂષને ઉષ્ણ સ્પર્શનો ઉપયોગ છે. તેવી જ રીતે એક જ પુરૂષ નદી ઉતરતો હોય ત્યારે નદીના ઠંડા પાણીના