________________
अथ स्थानमुक्तासरिका
આત્મા ક્રોધથી પરતંત્ર છે. કર્મરૂપ સાધ્યના અભાવમાં પણ આત્મામાં પરતંત્રતા ક્રોધથી છે માટે વ્યભિચાર આવશે એમ નહીં કહેવું.
४०
ક્રોધનું નિમિત્ત પણ કર્મ છે અને કર્મ પૌદ્ગલિક છે.
શંકા :- કર્મ ભલે હો. પણ તે પાપરૂપ છે. પુણ્યરૂપ નથી. એકદમ પ્રકૃષ્ટ અવસ્થાને પ્રાપ્ત થયેલ કર્મ તે પાપ છે. પાપકર્મ ઉત્કૃષ્ટ દુઃખના ફળને ઉત્પન્ન કરે છે અને તે પાપકર્મની તરતમ યોગથી હાનિ થાય છે અને તે પાપકર્મ ક્રમથી અપકર્ષને પ્રાપ્ત થયેલ સુખનું કારણ બને છે.
જેવી રીતે ક્રમથી અપથ્યની વૃદ્ધિમાં રોગની વૃદ્ધિ થાય છે તેવી રીતે ક્રમથી અપથ્યના અપકર્ષમાં રોગશમનરૂપ સુખ થાય છે. તેવી રીતે ચાલુમાં પણ પાપકર્મના અપકર્ષથી સુખ થાય છે. તેમ સમજવું.
એવી રીતે પાપ ન સ્વીકારો અને પુણ્ય સ્વીકારો તો પુણ્યકર્મના ઉપચયથી સુખ અને પુણ્યકર્મના અપચયથી દુઃખ થાય છે. એવું વિચારવું.
સમાધાન :- એવું ન કહેવું. સુખ અને દુઃખ પોતાને અનુરૂપ કારણવાળા હોય છે. સુખને અનુરૂપ કારણ પુણ્ય છે, અને દુઃખને અનુરૂપ કારણ પાપ છે.
આ અનુમાનથી પુણ્ય અને પાપથી સિદ્ધિ થાય છે સુખનું કારણ પાપ માનો અને દુઃખનું કારણ પુણ્ય માનો તો આ કાર્ય-કારણભાવ અનુરૂપ નથી.
ઘટ કાર્યનું અનુરૂપ કારણ માટીના પરમાણુઓ છે. ઘટ કાર્ય નહોતું થયું ત્યારે પણ માટીના પરમાણુ હતા. અને ઘટ કાર્ય થયા પછી માટીના પરમાણુ જ ઘટરૂપે થઈ ગયા. માટીનો ઘડો થયો માટે માટીએ ઘટનું અનુરૂપ કારણ છે. પણ ઘટનું કારણ તંતુના પરમાણુ માનવા તે ઘટ માટે અનુરૂપ કારણ નથી. તેમ સુખ માટે પાપને કારણ માનવું અને દુઃખ માટે પુણ્યને કારણ માનવું અનુરૂપ કારણ નથી.
સુખ-દુઃખ એ આત્માનો પરિણામ છે. સુખનું અનુરૂપ કારણ પુણ્યકર્મ છે અને દુઃખનું અનુરૂપ કારણ પાપકર્મ છે. તો પછી પુણ્યકર્મ અને પાપકર્મ પણ આત્માનો પરિણામ છે. કર્મ તો મૂર્ત છે, રૂપવાળું છે. આત્મા અરૂપી છે. અરૂપી આત્મા અને રૂપી કર્મ આમ કર્મ વિલક્ષણ છે. અનુરૂપ નથી. એમ ન કહેવું.
કાર્ય અને કારણમાં સર્વ પ્રકારે સમાનતા અથવા સર્વ પ્રકારે વિરૂપતા અનિષ્ટ છે.
કાર્ય-કારણ ભાવ સર્વથા અનુરૂપ હોવા જોઈએ એવું માનો તો કાર્ય-કારણ ભાવનો ભેદ જ નહીં રહે. કારણ કે સર્વથા અનુરૂપ તો ઘટ કાર્ય અને ઘટ કારણ પોતે જ માનો તો જ ઘટે. (યત્કિંચિત્ અનુરૂપ કારણ માટીના પરમાણુ ઘટે.) કારણ કે ઘટ કાર્ય બની ગયા પછી પણ માટીનો ઘડો છે એવો વ્યવહાર છે.