________________
३८
अथ स्थानमुक्तासरिका
કર્મપાશનું છૂટા થવું તે મોક્ષ છે. અને તે મોક્ષ જ્ઞાનાવરણાદિ કર્મની અપેક્ષાએ આઠ પ્રકારનો છે. છતાં મોચન = મૂકવું, છૂટવું. સામાન્યથી એક છે માટે મોક્ષ એક છે.
કર્મથી મુકાયેલા (મુક્ત)ને ફરી મોક્ષનો અભાવ છે. કારણ કે કારણરૂપ કર્મનો અભાવ હોવાથી મુકાયેલાનો ફરી મોક્ષ થતો નથી.
મુક્તાત્મા નિત્ય છે. આકાશ દ્રવ્ય હોવા છતાં અમૂર્ત હોવાથી નિત્ય છે તેવી રીતે મુક્તાત્મા પણ અમૂર્ત હોવાથી નિત્ય છે.
શંકા - આકાશ અમૂર્ત દ્રવ્ય હોવાથી નિષ્ક્રિય છે તેવી રીતે મુક્તાત્મા પણ અમૂર્ત દ્રવ્ય હોવાથી નિષ્ક્રિય થશે.
ઉત્તર :- આવું કહેવું નહી. “આકાશની જેમ અમૂર્ત દ્રવ્ય છે જ્યારે આવું કહીએ છીએ ત્યારે પણ મુક્તાત્મામાં ચેતનત્વ તો સ્વીકારેલું જ છે. આકાશની જેમ અચેતન નથી. માટે જેમ ચેતનત્વ જીવમાં છે તેમ સક્રિયત્ન પણ સ્વીકારેલું છે.
આ વાતમાં કોઈ બાધક નથી. નહીં તો મુક્તાત્મામાં ચેતનત્વ પણ ન મનાય.
પુણ્ય અને પાપનો ક્ષય થવાથી મોક્ષ થાય છે માટે પુણ્ય-પાપ કહ્યું છે. પુણ્ય-પાપનો સંગ્રહ કર્યો છે.
पुण्यपापेति
પુતિ – આત્માને શુભ કરે તે પુણ્ય. પુનતિ – આત્માને પવિત્ર કરે તે પુણ્ય.
સાતા વેદનીય આદિ શુભ કર્મ ૪૨ પ્રકારનું હોવા છતાં પણ અને પુણ્યાનુબંધી અને પાપાનુબંધીના ભેદથી બે પ્રકારનું હોવા છતાં પણ દરેક પ્રાણીમાં વિચિત્રતા હોવાથી અનેક ભેદ થાય છતાં પણ પુણ્ય સામાન્યથી એક છે.
પાતતિ – આત્માને આનંદ રસથી પાડે તે પાપ. આત્માને નીચે પાડનાર હોવાથી પાપ.
અને આ પાપ ૧૮ પ્રકારનું હોવા છતાં પણ, ૮૨ ભેદવાળું હોવા છતાં પણ, પુણ્યાનુબંધી, પાપાનુબંધીના ભેદથી બે પ્રકારનું હોવા છતાં પણ અનંત પ્રાણીઓમાં રહેલું હોવાથી અનંત પ્રકારે છે તો પણ અશુભ સામાન્યથી એક જ છે. માટે “પાપ” એક છે.
શંકા - કર્મ છે જ નહીં. કારણ કે પ્રમાણનો વિષય નથી. અર્થાત્ તેમાં પ્રમાણ નથી. દા.ત. આકાશકુસુમ.
સમાધાન :- આવું કહેવું નહીં. જગતમાં આત્મત્વથી સર્વ આત્મા સમાન હોવાથી દેવ, અસુર, નર, તિર્યંચાદિરૂપ તથા રાજા, રંક, બુદ્ધિશાળી, મંદબુદ્ધિ, મહાન ઋદ્ધિવાળો તેમ જ દરિદ્ર સ્વરૂપ જે વિચિત્રતા દેખાય છે તે કારણ વિના હોતું નથી.