________________
३६
अथ स्थानमुक्तासरिका કારણકે જીવ અને કર્મ બંનેની ઉત્પત્તિ એક સાથે માનો તો કાર્ય-કારણ ભાવનો અભાવ થશે. અને તેથી જીવ જ્ઞાનાવરણીય આદિ કર્મનો કર્તા છે એવો વ્યવહાર નહીં થાય.
કાર્યકારણ ભાવ નહીં ઘટે. “મર્યાનિયતપૂર્વવૃત્તિત્વ વાર" કાર્યની ચોક્કસપણે પૂર્વમાં રહેવાપણું જેનામાં હોય તે કારણ કહેવાય. જીવ પહેલા હોય અને પછી કર્મની ઉત્પત્તિ માનો તો જ “જીવ કર્મનો કર્યા છે તે વાત ઘટે.
મા-બાપ પહેલા, પુત્ર પછી. કારણ પહેલા, કાર્ય પછી. પણ બંને સાથે ઉત્પન્ન થાય એમ કહો તો બને જોડીયા ભાઈ છે એવું સિદ્ધ થશે. પણ બંનેમાં એક કારણ અને બીજું કાર્ય એ વાત નહીં ઘટે.
- કર્મને જો અનાદિ કહેશો તો મોક્ષ થાય નહીં. કારણ કે અનાદિપણાનું અનન્તત્વ વ્યાપ્ય છે. જ્યાં જ્યાં અનાદિત છે ત્યાં ત્યાં અનન્તત્વ છે. એટલે અનાદિના કર્મનો અંત થાય નહીં. માટે બંધ પણ નથી અને મોક્ષ પણ નથી.
સિદ્ધાંતવાદીઃ અમે કર્મની આદિ સ્વીકારતા નથી માટે સાદિ પક્ષ નિરસ્ત છે. કર્મોનો બંધ અનાદિથી છે એવું અમે સ્વીકારીએ છીએ.
અનાદિનું અનન્તત્વ વ્યાપ્ય છે આ પક્ષમાં કોઈ પ્રમાણ નથી. દા.ત. સોનું અને માટી બંનેનો અનાદિથી સંયોગ છે. છતાં પણ તેનો અંત દેખાય છે. અગ્નિના તાપ આદિ ઉપાયથી માટી અને સોનાના અનાદિના સંયોગનો નાશ થાય છે.
બીજમાંથી અંકુર થાય અને અંકુરમાંથી બીજ કાઢીને ફરી ઉગાડવામાં આવે છે. આમ બીજા અને અંકુરમાં પરસ્પર કાર્ય-કારણભાવ છે એટલે બંને અનાદિના છે.
તેવી રીતે જીવ અને કર્મનો સંયોગ અનાદિનો છે. જીવ ક્યારે પણ ભૂતકાળમાં કર્મ વગરનો ન હતો....પણ એકનું એક વિશેષ કર્મ એનાથી જીવ અનાદિથી બંધાયેલો નથી. જૂના-જૂના કર્મ નાશ થાય છે, અને નવા નવા કર્મ જીવને લાગે છે.
જેમ બીજ અને અંકુરમાં પ્રવાહથી અનાદિપણું છે. એકનું એક બી અનાદિથી નથી અને એકનો એક અંકુરો અનાદિથી નથી પણ છતાં બીજ અને અંકુર પરંપરાએ અનાદિથી છે.
તે જ પ્રમાણે જીવ અને કર્મનો સંબંધ પ્રવાહથી અનાદિ છે. માટે તેનો અંત તપ અને સંયમ દ્વારા થઈ શકે છે. જેમ બીજને બાળવાથી બીજનો નાશ થાય છે. અંકુરને બાળવાથી અંકુરનો નાશ થાય છે.
તેવી રીતે જીવ અને કર્મનો સંયોગ અનાદિથી પરંપરામાં રહેલ હોવા છતાં એટલે કે અનાદિથી છે તે પણ તપ અને સંયમાદિ ઉપાયથી નાશ પામે છે.
તેથી મોક્ષનો અભાવ નથી.