________________
स्थानांगसूत्र
३९
જો કારણ (નિમિત્ત) વિના માનશો તો નિત્ય ભાવ (હોવું) નિત્ય અભાવ (ન હોવું) દોષનો પ્રસંગ આવશે.
માટે નિર્હેતુક નથી. જે નિમિત્ત છે તે જ કર્મ કહેવાય છે.
શંકા :- ઈષ્ટ વસ્તુથી સુખ મળે છે, અનિષ્ટ વસ્તુથી દુ:ખ મળે છે. આ કાર્યકારણભાવ દૃષ્ટ છે. એને છોડીને સુખ માટે પુણ્ય કર્મ અને દુઃખ માટે પાપ કર્મને હેતુ માનવો એ કલ્પના ખોટી છે. કારણ કે કર્મ અદૃષ્ટ છે.
દૃષ્ટ કાર્ય-કારણ ભાવ હોય. પ્રત્યક્ષ દેખાતા નિમિત્તને છોડીને અદષ્ટની કલ્પના કરવી તે ન્યાય્યા (ઉચિત) નથી. અન્ય નિમિત્તને માનવું તે બરાબર નથી.
ઈષ્ટ શબ્દાદિ વિષય સુખના સાધનવાળા મનુષ્યને સાધનના ફળમાં તફાવત દેખાય છે. એક મનુષ્યને દુ:ખની અનુભૂતિ થાય છે. બીજા મનુષ્યને સુખનો અનુભવ થાય છે.
એ જ પ્રમાણે અનિષ્ટ-દુઃખના સાધનવાળા બંને મનુષ્યના ફળમાં ભેદ દેખાય છે. એકને સુખનો અનુભવ થાય છે, બીજાને દુઃખનો અનુભવ થાય છે.
ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિથી પણ કોઈ મનુષ્યને દુઃખનો અનુભવ થાય છે અને અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિથી પણ સુખનો અનુભવ થાય છે. માટે અદૃષ્ટ કર્મની કલ્પના યોગ્ય છે. ડાયાબીટીશના દર્દીને ઈષ્ટ એવો લાડવો પણ દુઃખી કરે છે. જ્યારે અનિષ્ટ એવું કડવું કરિયાતું ડાયાબીટીશના રોગીને સુખી કરે છે. માટે સુખ અને દુઃખના કારણમાં અદૃષ્ટ કાર્ય-કારણ માનવું જરૂરી છે.
કર્મની સિદ્ધિ માટે બીજું અનુમાન :- એવી રીતે બાળ શ૨ી૨ ઈન્દ્રિયઆદિવાળું હોવાથી બીજા શરીર પૂર્વકનું છે. યુવા શરીરની જેમ. જેમ યુવાન શરીર બાળદેહ પૂર્વક છે તેમ ઈન્દ્રિયઆદિવાળું આ બાળ શરીર છે તે અન્યશ૨ી૨પૂર્વક છે. અને જે અન્ય શરીરપૂર્વક આ બાળ શરીર છે તે કર્મ છે. તે કર્મ (કાર્મણ શરીર).
પ્રશ્ન :- જન્માન્તરના શરીરપૂર્વક છે એ કહી શકાય નહીં. કારણ કે વિગ્રહ ગતિમાં તે નહીં હોવાથી ‘તે શરીર' પૂર્વકની અસિદ્ધિ થશે. અને અશરીરી આત્મા નિયત ગર્ભદેશસ્થાને પહોંચી શકે નહીં. કારણ કે નિયામક નથી. કોઈ નિયામક ન હોવાથી અશરીરી ગર્ભસ્થાને પહોંચી શકે નહીં.
ઉત્તર ઃ- જે શરીરપૂર્વક બાળશ૨ી૨ છે એ કર્મમય કાર્પણ શરીર છે. અને તે શરીર પૌદ્ગલિક છે. કાર્મણ શરીર નિર્યામક છે. અશરીરી આત્માને નિયત ગર્ભસ્થાને કાર્યણ શરીર પહોંચાડે છે.
બેડીવાળાની જેમ આત્મા પરતંત્ર છે. બેડીવાળાની જેમ આત્મા કાર્મણ શરીરથી પરતંત્ર છે અને કાર્મણ શ૨ી૨ જ્યાં લઈ જાય ત્યાં આત્માને જવું પડે છે. જેમ બેડીવાળા કેદીને પોલીસ જ્યાં લઈ જાય ત્યાં જવું પડે તેની જેમ આત્માને જવું પડે છે.