________________
નિવેદન.
સગત દયાળજીભાઈનું જીવનવૃતાંત પ્રસ્તુતઃ અગાઉ આપ્યા પછી તેમની ઓળખ જનસમૂહને વધુ કરાવવાની જરૂર રહેતી નથી છતાં પણ મારે તેમની સાથે નિકટ સંબંધ હોવાને લીધે બે શબ્દ પ્રેમવશાત લખવા સારૂ મન લલચાય છે. અમારે કેલેજની જિંદગી દરમીયાન સંસ્કૃત ભાષાને બન્ને જણને સમાન અભ્યાસ - હોવાના લીધે તેમજ સંસ્કૃત ભાષા તરફની સમાન પ્રીતિ હોવાને લીધે અમો બનને વચ્ચે એક જાતની મિત્રતા બંધાઈ ગઈ અને તેના લીધે એક બીજા સાથે સગાભાઈ જેવો સંબંધ થઈ ગયા. અને તેમના ઘાડ પરીચયમાં આવવાથી હું કહી શકું છું કે સદગત દયાળજીભાઈએક સંસ્કારિક વ્યક્તિ અને ભાવિક જન હતા અને તેમની નિખાલસતા તથા ધર્મચિના લીધે હું તેમને કેટલે ઋણું છું. આવી રીતની ભાવના યોગના લીધે મરહુમનાં ઝબંધુ હીરજી ગંગાધર ભણસાલીએ સગત દયાળજીભાઈએ કરેલ આ મહાન ગ્રંથના અનુવાદની વાત કરી ત્યારે તેને પ્રગટ કરવામાં મારાથી કોઈપણ રીતે સહાયભૂત થવાય તે હું મારી જાતને ભાગ્યશાળી માનું તેમજ સદ્ગતના તરફની લાગણી માટે પુષ્પાંજલી આપી શકું તેવા ભાવથી ઉપરોક્ત પુસ્તક તૈયાર કરી જનતા સમક્ષ મુકવામાં આવે તેમ તેમની ઈચ્છાને પિષણ કરવામાં મારી જાતને સહાયભૂત બનાવી. ત્યારબાદ સંગત દયાળજીભાઈએ અનુવાદ કરેલ આખું પુસ્તક તપાસ કરતાં થોડા છુટા છુટા લોકોને અનુવાદ કેઈપણ કારણસર ગેરવલે ગયો હોય તેમ લાગ્યું. અને તેટલા લોકોને અનુવાદ થઈ શકે તે પુસ્તક પ્રગટ કરાવી શકાય તેમ મરહુમન જેષ્ઠબંધુની તીવ્ર લાગણીના લીધે મારે તે કામ ઉપાડી લેવાની ફરજ પડી, એટલે અનુવાદ કરવાને પ્રયાસ કરવાને મેં નિશ્ચય કર્યો. અને લેક ૪૩ થી શ્લોક ૧૨૭