________________
अथ प्रारभ्यते प्रथमाध्याये प्रथमः पादः ।
प्रणम्य परमात्मानं ઈત્યાદિ - શ્રી વીતરાગ પરમાત્માને અથવા સ્વકીય અને પરકીય આત્માને પ્રણામ કરીને પૂર્વાચાર્યોની પદ્ધતિનું કાંઈક સ્મરણ કરીને આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્ર સરિજી દ્વારા સમ્યક્ શબ્દોનાં અનુશાસનને પ્રકાશિત કરાય છે. અથવા પૂર્વાચાર્યોની પદ્ધતિનું સ્મરણ કરીને આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્ર સૂરિજી દ્વારા કેટલાંક સમ્યક્ શબ્દોનાં અનુશાસનને પ્રકાશિત કરાય છે. સામાન્યતઃ લોકમાં બોલાતા ‘લૌકિક’ અને વેદમાં પ્રસિદ્ધ વૈદિક’ આ બે ભેદથી શબ્દો બે પ્રકારના છે. એમાંથી અહીં લૌકિક શબ્દોનું અનુશાસન હોવાથી વિશ્વિત્ શ્રેય: શાનુશાસનું પ્રાયતે" આ પ્રમાણે અન્વય કર્યો છે.
........
હે ૧/૧
‘અર્હમ્’ આ મંત્રાક્ષર છે. એનો નાશ થતો નથી. અથવા ‘બર્હમ્’ માં ‘ઞ ર્ ર્ જ્ઞ મુ’ આમાંથી કોઇ એકજ વર્ગ મંત્ર છે. બાકીના વર્ણો તેનો આન્તર પરિકર મનાય છે. આન્તર’ અને “બાહ્ય’ આ બે ભેદથી પરિકર બે પ્રકારનો છે. સપરિકર જ મંત્ર કાર્યસાધક બને છે. મુદ્રા આસન વર્તુલાદિ મંત્રનો બાહ્ય પરિકર છે. અને મંત્રાક્ષરની સાથેના વર્ષો તેનો આંતર પરિકર છે. ‘ગર્દન’ આ મંત્રાક્ષર પરમેષ્ઠીનો વાચક છે. શાસ્ત્રકર્તા અને શાસ્ત્રભણનારના મંગલ માટે શાસ્ત્રના પ્રારંભે તેનું પ્રણિધાન કર્યુ છે. ‘અર્હમ્ આ મંત્રાક્ષર વાચક છે અને ‘પરમેષ્ઠી’ તેના વાચ્ય છે. આ મંત્રાક્ષરની સાથે પ્રણિધાન કરનારનો સંભેદ છે અર્થાત્ વાચ્ય વાચક ભાવ સ્વરૂપ સંશ્લેષ છે અને મંત્રાક્ષરના વાચ્ય
9