Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan

Previous | Next

Page 5
________________ પાતંજલ મહાભાષ્ય જેવા આકરગ્રન્થો સુધીના વ્યાકરણના વિશાલ ગ્રન્થો ની ઉજ્જવલપ્રભામાં આ વિવરણની અલ્પતમ પ્રભાનું કોઈ જ અસ્તિત્વ નથી. વિદ્વાન્ ગણાતા લોકોની વ્યાકરણ પ્રત્યેની ઉદાસીનતાને દૂર કરી વ્યાકરણશાસ્ત્રના અધ્યયન - અધ્યાપન પ્રત્યે અભિરુચિ પ્રગટાવવાં માટે આ એક પ્રયાસ છે. મુખ્યપણે વ્યાકરણની પ્રધાનપરિભાષાના પરિચય પૂર્વક સામાન્ય પ્રક્રિયાંશનું અહીં સ્પષ્ટ દિગ્દર્શન કર્યું છે. વ્યાકરણનું અધ્યયન-અધ્યાપન કરતી વખતે પડતી અગવડને લક્ષ્યમાં રાખી તેને દૂર કરવાં પૂરતો પ્રયત્ન કર્યો છે. ખાસ તો પૂ. સાધુ - સાધ્વીજી મ. ને અધ્યયન - અધ્યાપન અંગેની સગવડતા માટે આ વિવરણ ‘શ્રી પાર્શ્વનાથ જૈન મંદિર ટ્રસ્ટ, ભવાનીપેઠ પૂના' ના જ્ઞાનખાતાની ૨કમના સદ્યયે પ્રગટ થાય છે. તેથી આ પુસ્તકની સમ્પૂર્ણ કિંમત અથવા યોગ્ય નકરો જ્ઞાનખાતે આપ્યા વિના શ્રાવકોએ આ પુસ્તકનો ઉપયોગ ન કરવા ભલામણ છે. અનેકાન્તવાદનું અવગાહન કરવા દ્વારા આત્મકલ્યાણની સાધનામાં મુમુક્ષુ જનોને સહાયક બનવાની કામનાથી લખાએલા આવિવરણનો માત્ર આજીવિકા ચલાવવા આદિના લક્ષ્યથી ઉપયોગ ન કરવા પણ સૂચના છે. દેશકાલની સીમાઓથી પર એવા પરમ સત્યસ્વરૂપ શ્રી જિનવચનોના જયવાદમાં આ વિવરણનો નાનો પણ નિખાલસ સાદ સંભળાય અને શાસનસેવાનું આ નાનું સુકૃત મારા અને પાઠકોના આત્માને પરમાત્મા બનાવે એવી શ્રદ્ધા સાથે વિરમું છું. પં ચન્દ્રગુપ્ત વિ. ગણી ગુરુમંદિર જૈન ઉuશ્રય પગડબંધલેન નાસિક વિ. સં. ૨૦૪૭ માગસર વદ ૫ ઃ ગુરુવાર તા. ૬-૧૨-૧૯૯૦ :

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 278