Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan

Previous | Next

Page 4
________________ વિવરણકારની વાત.... C. કે તે -અનન્તોપકારી દેવાધિદેવ શ્રી અરિહન્ત પરત્માઓએ કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી જ પરમતારક શાસનની સ્થાપના કરી હોવાથી એની સર્વોપરિતાસ્વયંસિદ્ધ છે. શ્રી સર્વજ્ઞપ્રણીત એ પરમતારક શાસનના મર્મને સમજાવવા માટે શ્રી ગણધર ભગવનો આદિ મહર્ષિઓએ શ્રી દ્વાદશાક્શી પ્રમુખ અનેકાનેક શાસ્ત્રોની રચના કરીને આપણી ઉપર અસીમ ઉપકાર કર્યો છે. સ્યાદ્વાદના અભેધ કવચથી સુરક્ષિત શ્રી જિનવચનોના અખૂટ ખજાનાનો પરિચય કરાવનારા એ પરમ પવિત્ર અદ્ભુત ગ્રન્થરત્નો પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં રચાયા છે. પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના પ્રારંભિક પણ તલસ્પર્શી યથાર્થજ્ઞાન વિના એ પરમતારક ગ્રન્થોના પરિશીલનથી પણ શ્રી જિનવચનોના એ અખૂટ ખજાનાનો પાવન પરિચય કરી શકાય એમ નથી. મુમુક્ષુ જનોની એ પાવન પરિચય કરવાની પુણ્યકામના સફળ બને એ એકમાત્ર ભાવનાથી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના પ્રારંભિક યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિમાં ઉપયોગી આ વિવરણ આજે પ્રકાશિત કરાય છે. કલિકાલસર્વજ્ઞ પૂજ્યપાદ આચાર્યભગવન્ત શ્રીમદ્ વિજય હેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા દ્વારા વિરચિત શ્રી સિદ્ધહેમચન્દ્ર શબ્દાનું શાસન-લઘુવૃત્તિના આવિવરણનાં પ્રકાશન પૂર્વે આજ સુધીમાં અનેક વિવરણો પ્રકાશિત થયા છે. પ્રગટ થયેલા એ વિવરણોમાં કેટલાક વિવરણકારોએ પોતાની બુદ્િધ-પ્રતિભાનુ ખરેખર પ્રદર્શન કર્યું છે. જેમને વ્યાકરણની પરિભાષાનો પણ સાચો ખ્યાલ નથી એવા લોકોએ ગ્રન્થકાર પરમર્ષિ ના સૂત્રરચનાની સમીક્ષા કરી ખૂબ જ ધૃષ્ટતા કરી છે. ખરી રીતે તો સ્વતંત્ર રીતે વ્યાકરણની રચના માટે પોતાની જાતને સમર્થ માનનારાઓએ વ્યાકરણના વિવરણ અંગે શા માટે પ્રયાસ કર્યો તે સમજાતું નથી. એ વિવરણો અંગે કેટલીક આવશ્યક સમીક્ષા હું કરું એની અપેક્ષાએ વૈયાકરણીઓ પોતે જ એની સમીક્ષા કરી લે-એ વધુ ઉચિત જણાય છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 278