Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શુધ્ધિયા” નાં ન્યાય મુજબ વધુને વધુ સમય આપવા છતાં, પ્રૂફરીડરો બદલવા છતાં ક્ષતિઓ તો આવી જ છે જે વાંચકો ક્ષમ્ય ગણશે. એક વાર તો એક ફર્મો છપાયા બાદ છેલ્લા ૧૦ પાનામાં ઘણી ભૂલો હતી. આ ફર્મો અમારા ચેકીંગમાં રહી ગયેલ જેથી છપાઈ ગયેલાં એ તમામ પાના કેન્સલ કરી તે ફર્મો પુનઃછાપ્યો છતાં એક મહામૂલો આગમનો ખજાનો નષ્ટભ્રષ્ટ થતાં બચ્યો એક સૂચન એ પણ આવ્યું કે પૂ. આગમોદ્ધારકશ્રીની ભાષા જ્યાં ક્લીષ્ટ છે તથા ગામઠી કહેવતો છે ત્યાં આજની ભાષામાં સરળ બનાવવી. પણ તેમ કરતાં દેશનાકારશ્રીનો ભાવ જ બદલાઈ જવાના ભયે તે સાહસ ન ક્યું અને જેમ હતું તેમ જ રાખી છપાવ્યું. જો કે એક બે વાર શાંતિથી થોડું વાંચન ચાલુ રખાય તો આપોઆપ ગેડ બેસતી જાય અને આગમીક રહસ્યોની મઝા મનાતી જાય. “શુભે યથાશક્તિ યતનીયમુના ન્યાયનો પરમ આનંદ આજે અમારા આત્મામાં લહેરાઈ રહ્યો છે.
મુફને જોવાના બહાને મને પણ નવા નવા કેટલાય મુદ્દા, નવીન તર્કો, નવાશાસ્ત્ર પાઠો, નવા દ્રષ્ટાંતો, નવીનવી કહેવતો વિ. પ્રાપ્ત થઈ જે સમ્યગુ જ્ઞાનની પ્રાપ્તિનું શુદ્ધિનું કારણ બન્યું. સૂરત નિવાસી વિદ્ધત્તિકર વિખ્યાત પંડીતવર્ય ધીરુભાઈ અચાનક અમેરિકાથી આસોવદ-૭ નાં આવ્યા અને પ્રસ્તાવનાનું કાર્ય તેઓને સોપતાં ઓર આનંદ આવ્યો તેઓ શ્રી એ લખેલ પ્રસ્તાવના ગંભીર રહસ્યોને ? આપોઆપ પ્રગટ કરે તેવી છે.
પ્રવચન પ્રભાવક સુમધુર પ્રવચનકાર પૂજ્યપાદ આચાર્ય શ્રી પદ્મસાગરસૂરિજી મ. સાહેબે પ્રસ્તાવના લખવા દ્વારા પૂજ્યપાદ આગમોદ્ધારકશ્રી પ્રતિ પોતાની શ્રદ્ધાસંપન્નતા વ્યક્ત કરી આ પ્રસ્તાવનાનું ગૌરવ વધાર્યું છે.
અમે આ સિધ્ધચક્રનાં અંકોનાં ટાઈટલ પણ જેવા રંગનાં હતાં તેવાજ રાખ્યા છે. મારા આ કાર્યમાં મુનિ સૌમ્યચંદ્રસાગર તથા મુનિ વિવેકચંદ્રસાગર અનેક કાર્યવ્યસ્તતા હોવા છતાં સારા સહભાગી બન્યા છે.
લગભગ દરેક આ ગ્રંથમાં પૂ. આગમોદ્ધારકશ્રીની વિષયવાર જીવનપ્રભાની જ્યોત મૂકવામાં આવી
તથા પ્રથમથીજ તંત્રી તરીકે સેવા આપનાર ઝવેરી પાનાચંદ રુપચંદ (સૂરત) તથા ચીમનલાલ સવાઈચંદ સંઘવી (સૂરત)ની અનુમોદના કરીયે છીયે. - અન્ત ભગવતી શ્રુતદેવી શાસનદેવતા અને પૂ. ગુરુદેવશ્રીની અસીમ કૃપાને વિનંતી કે આ કાર્ય | ઝડપી સંપૂર્ણ બને અને જિજ્ઞાસુઓ આગમનાં રહસ્યોને પામી. જીવનમાં ઉતારી પરમપદને પ્રાપ્ત કરે એજ મંગળ કામના.
અભયગુરુપાદપધસેવી સૂરત.
અશોકસાગરસૂરિ