Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પંચતીર્થ સ્તુતિ (સંસ્કૃતમાં) તથા શ્રાવક આચાર સ્તુતિ, (૧૦) અમૃતવેલની સજઝાય તથા અન્ય સજઝાયો, પ્રતિક્રમણ પછી ભાવનાના દુહા, (૧૧) ચાર શરણાં, રૂપવિજયકૃત પાર્શ્વનાથ પ્રભુની લાવણી અને આરાધના સંગ્રહનો ભાગ.
“આરાધના સંગ્રહ'ના આ નવા વિભાગમાં (૧) શ્રી વિહરમાન જિનનાં નામ તથા માતાપિતાદિ ઉપયોગી માહિતીનો કોઠો, (૨) શ્રી વિશસ્થાનક (નવપદ-સિદ્ધચક્રગર્ભિત) કોષ્ટક, (૩) શ્રી ચોવીશ તીર્થકરોનાં પંચકલ્યાણનું કોષ્ટક, (૪) શ્રી મૌન એકાદશીનાં (૧૫) કલ્યાણકોનું ગણણું, (૫) કાયમી પચ્ચખાણનું સમયદર્શક સંક્ષિપ્ત કોષ્ટક, (૬) શ્રાવકનાં સમ્યક્ત મૂલ બાર વ્રતની પાદનોંધ, (૭) પાંચ આચારનું સ્વરૂપ, (૮) શ્રાવક ધર્મના (સમ્યક્ત મૂલ બાર વ્રતના) ૧૨૪ અતિચારનું કોષ્ટકનો સમાવેશ થાય છે. અને સૌથી છેલ્લે શ્રી પુણ્યપ્રકાશનું સ્તવન તથા પદ્માવતીઆરાધના(પૃ. ૯૪૧થી ૯૭૨)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રથમ અને બીજા ભાગનાં સૂત્રોમાં જેમ કેટલુંક નવસંશોધન કરાયું છે તેમ આ ત્રીજા ભાગનાં સૂત્રોમાં પણ કરવામાં આવ્યું છે. કેટલુંક વિશિષ્ટ નવ-સંસ્કરણ અને સંશોધન નીચે મુજબ છે. : ૧. પોસહ-સુનં-પોસહ લેવાનું સૂત્ર ૪૮મું પૃ-૩૮થી ૪૯ પાનાં રોકે છે. તેમાં “બ્રહ્મચર્ય પૌષધ'ના બે પ્રકારમાં “દેશ બ્રહ્મચર્ય પૌષધ'નું પ્રમાણભૂત વિશદ વિવેચન કરાયું છે.
૨. “ગમણાગમણ-સુત્ત'-ગમણાગમણે સૂત્ર ૪૯મું નવું ઉમેરણ છે. તેણે ૫૦થી ૫૪ પૃષ્ઠ રોક્યાં છે તેમાં “અષ્ટ પ્રવચનમાતા’ની તેમજ વિરાધનાના ચાર પ્રકારની સુરેખ અને સ્પષ્ટ સમજ આપવામાં આવી છે.
૩. ચોવીસ માંડલા-ઈંડિલ પડિલેહણા સૂત્ર ૫૦મું પણ તદ્દન નવું ઉમેરણ છે. તેણે પપથી ૬૩ પૃષ્ઠ રોક્યાં છે. તેમાં પૌષધવ્રતનાં દૈવસિક પ્રતિક્રમણની પૂર્વે રાત્રિ, પૌષધ કરનારને જે ર૪ માંડલાં ભણવાનાં હોય છે તે કોષ્ટક વિધિ સહિત સમજાવ્યું છે.
૪. અદ્ધા પચ્ચખાણ સુત્તાણિ-પચ્ચખ્ખાણનાં સૂત્રો પ૩મું. તેણે ૧૧૭થી ૧૯૧ પૃષ્ઠ રોક્યાં છે. પ્રથમ આવૃત્તિ કરતાં આ બીજી આવૃત્તિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org