Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 13
________________ વરસાદ વરસે છે તો સર્વત્ર પણ એનું પાણી પર્વતના શિખર પર લટકતાં ખાડામાં ટકી જાય છે. કારણ ? શિખર પહેલેથી જ ભરેલું છે જ્યારે ખાડો ખાલી છે. પ્રભુના કરુણાપાત્ર તો આ જગતના બધા જ જીવો બને છે પરંતુ કૃપાપાત્ર તો એ જીવ જ બની શકે છે કે જે કૃતજ્ઞ છે. પ્રભુ આપણને કરુણાપાત્ર બનાવે એ એમની મહાનતા છે. આપણે કૃપાપાત્ર બનીએ એ આપણી મર્દાનગી છે ! જ વરસો પહેલાં હું જમતો હતો. પાટલા પર થાળી મુકાતી. થાળીમાં ભોજનનાં દ્રવ્યો પીરસાતા. હું નીચે પાથરણા પર બેસતો અને હાથેથી પેટમાં ભોજનનાં દ્રવ્યો પધરાવતો ! - આજે હું જમતો નથી, ખાઉં છું. ખુરસી પર બેસું છું. જમવા માટે ડાઇનિંગ ટેબલ છે. હાથમાં ચમચી કે છરી-કાંટા છે. શું ખાઉં છું એ મને યાદ રહેતું નથી !

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102