Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 93
________________ ૯૩ મકાનની જેમ મંડપમાં પણ રહી શકાય છે; પરંતુ એમાં ફરક એટલો હોય છે કે મકાનને પાયો હોય છે, મંડપને કોઈ પાયો નથી હોતો. વાવાઝોડાના પવન વચ્ચે ય મકાન અડીખમ ઊભું રહે છે જ્યારે મામૂલી પવનના આક્રમણ વચ્ચે ય મંડપ ધરાશાયી થઈ જાય છે. આપણા જીવનમાં રહેલ સદ્ગુણોનું પોત જો મંડપ જેવું હોય તો એને મકાન જેવું બનાવી દેવાની જરૂર છે. પ્રતિકૂળતાઓની વણઝાર વચ્ચે પણ એ સદ્ગુણો તો જ સલામત રહી શકશે. આંગળી પરના નખ સપ્રમાણ જ હોવા જોઈએ. મસ્તક પરના વાળ અને શરીર પરનાં વસ્ત્રો સપ્રમાણ જ હોવા જોઈએ. પગમાંના બૂટ અને ગળામાંનો હાર એ બંને સપ્રમાણ જ હોવા જોઈએ. પેટમાં ખોરાક સપ્રમાણ જ જવો જોઈએ. ચશ્માંની ફ્રેમ સપ્રમાણ જ હોવી જોઈએ. માથા પરની ટોપી પ્રમાણ જ હોવી જોઈએ. તો પછી પૈસા ?

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102