Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 98
________________ સામી વ્યક્તિના દોષોને, પાપોને, અપરાધોને કે ક્ષતિઓને આપણે પ્રગટ ન કરતા રહીએ એ કદાચ આપણા જીવનની મર્યાદા છે પણ આપણા પોતાના દોષોને, પાપોને, અપરાધોને કે ક્ષતિઓને યોગ્ય આત્માઓ સન્મુખ આપણે પ્રગટ કરતા રહીએ, એ તમામની આપણે કબૂલાત કરતા રહીએ એ તો આપણા મનની સરળતા છે. યાદ રાખજો. મર્યાદા આપણને મહાન બનવા તરફ લઈ જાય છે તો સરળતા આપણને સગુણી બનવા તરફ લઈ જાય છે. “ધર્મીઓ દુઃખી છે' એમ ? તમારા પરિવારના દરેક સભ્યને તમે કહી દો કે ‘ધર્મ કોઈએ કરવાનો નથી કારણ કે હું તમને # સહુને સુખી કરવા અને સુખી જોવા ઇચ્છું છું અને ધર્મ કરવાના માર્ગે કેવળ દુઃખી જ થવાનું છે" આજ સુધીમાં એક પણ વ્યક્તિએ પોતાના પરિવારના સભ્યોને આવી સલાહ આપી હોય એવું તમે સાંભળ્યું છે ખરું ?

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102