Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 94
________________ પૈસાનો હિસાબ મેળવતા રહેવામાં કલાકોના કલાકો અને દિવસોના દિવસો વીતાવી રહેતા માણસને એટલું જ સૂચન કરવાનું મન થાય છે કે ‘દોસ્ત ! પૈસાનો હિસાબ મેળવતા રહેવાની સાથે પૈસા મેળવવા જતાં તેં શું-શું ગુમાવ્યું છે એનો પણ હિસાબ તારે મેળવતા રહેવા જેવું છે. બની શકે કે એ હિસાબ મેળવતાં મેળવતાં પૈસાનો હિસાબ મેળવતા રહેવાની તારી વૃત્તિ પર પૂર્ણવિરામ જ મુકાઈ જાય. કારણ કે પૈસા મેળવવા જતાં પ્રેમ, પ્રસન્નતા અને પવિત્રતા લગભગ તો ગુમાવવા જ પડ્યા હોય છે ! મંથરાની સલાહને કૈકેયીએ જો વજન ન આપ્યું હોત અને બિભીષણની સલાહને રાવણે જો વજન આપ્યું હોત તો કદાચ રામાયણનું સર્જન જ ન થયું હોત ! | મનના અભિપ્રાયને વજન આપવાનું હું જો બંધ કરી દઉં અને અંતઃકરણના અવાજને અનુસરવાનું હું જો ચાલુ કરી દઉં તો મારા જીવનમાં આજે જે મહાભારત સર્જાયું છે એ બંધ થઈને જ રહે. ૯૪

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102