Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 37
________________ નોકરને તો એક જ શેઠ હોય છે, સતીને તો એક જ પતિ હોય છે, પુત્રને તો એક જ પિતા હોય છે, શિષ્યને તો એક જ ગુરુ હોય છે અને ગુલામને તો એક જ માલિક હોય છે; પરંતુ વ્યસની તો હજારોનો ગુલામ હોય છે. એ વ્યસનનો ગુલામ, વ્યસનના પાત્રનો ગુલામ, વ્યસનના સ્થાનનો ગુલામ, વ્યસનની સામગ્રીનો ગુલામ અને વ્યસનને પુષ્ટ કરતી પરિસ્થિતિનો પણ ગુલામ ! અને આમ છતાં વ્યસની પોતાની જાતને માની બેઠો હોય છે સમ્રાટ ! કરુણતા જ છે ને? મેં વસ્તુને હૃદય આપ્યું, વસ્તુ તૂટી અને મારું જ હૃદય તૂટી ગયું. " મેં વ્યક્તિને હૃદય આપ્યું. વ્યક્તિ તરફથી - અપેક્ષા તૂટી અને મારું હૃદય તૂટી ગયું. મેં પરિસ્થિતિને હદય આપ્યું. પરિસ્થિતિ બદલાઈ ! 'અને મારું હૃદય તૂટી ગયું. આખરે, મેં પ્રભુને હૃદય આપ્યું. પ્રભુએ મારું હૃદય જ બદલાવી નાખ્યું. = ,-E S EEય. 38.

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102