Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 85
________________ તડકામાંથી છાયામાં જવાનું કીડીને સમજાવવું પડતું નથી. સૂકા પ્રદેશમાંથી લીલા પ્રદેશમાં જવાનું બળદને ય સમજાવવું પડતું નથી. ગટર પાસેથી બગીચા તરફ જવાનું કૂતરાને ય સમજાવવું પડતું નથી. ઝૂંપડામાંથી બંગલા તરફ જવાનું ભિખારીને ય સમજાવવું પડતું નથી, પરંતુ પાપમાંથી પુણ્ય તરફ જવા માણસને સમજાવવું તો પડે છે જ પરંતુ ઘણું સમજાવ્યા પછી ય એમાં ધારી સફળતા તો નથી જ મળતી. સૂર્યને ‘દાદા'ની ઉપમા જરૂર મળી છે પણ * ચન્દ્રને તો લોકોએ ‘મામા’નું બિરુદ આપ્યું છે. કારણ ? સૂરજ પ્રકાશ જરૂર આપે છે પણ સાથે ઉષ્ણતા પણ આપે છે જ્યારે ચન્દ્ર પ્રકાશ તો આપે જ છે પણ સાથે શીતળતા જ આપે છે. મેં ચન્દ્ર બનવાનું નક્કી કર્યું છે. બે વાર “મા” બન્યા પહેલાં ‘મામા’ ક્યાં બની શકાય છે ? . . . . . . . .

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102