Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 86
________________ ધર્મ અને અધર્મ વચ્ચેના તફાવતને સમજવા માટેનું સાવ સીધુંસાદું ગણિત આ છે કે અનંત . ભૂતકાળમાં મને જે પણ ગમ્યું છે એ બધું જ અધર્મ છે અને મને જે ગમ્યું જ નથી એ બધું ધર્મ છે. મને વાસના ગમી છે, ક્રોધ ગમ્યો છે, લોભ ગમ્યો છે, છળ-કપટ ગમ્યા છે. આ બધું જ અધર્મ છે. મને ઉદારતા નથી ગમી. સંતોષ નથી ગમ્યો. સરળતા નથી ગમી. પવિત્રતા નથી ગમી. આ બધું જ ધર્મ છે. આ જીવનમાં હું રુચિ બદલાવી શકીશ ખરો ? હૉસ્પિટલમાં જઈને ક્યારેક તપાસ કરીલેવા જેવી છે કે ત્યાં ખાઉધરાના કેસ વધારે હોય છે કે તપસ્વીઓના કેસ વધારે હોય છે ? | ગાંડાઓની હૉંસ્પિટલમાં જઈને એકવાર તપાસ કરી લેવા જેવી છે કે ત્યાં સંસ્કારહીન સાક્ષરોની સંખ્યા વધુ હોય છે કે સંસ્કારવાન નિરક્ષરોની ? તપાસમાં જે તારણ આવશે એ જોઈને તમે સ્તબ્ધ થઈ જશો.

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102