Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 77
________________ મારું દુઃખ બીજાના દુઃખનું કારણ ન બનવું જોઈએ એ વાત તો મારા મગજમાં બરાબર ગોઠવાઈ ગઈ છે; પરંતુ મારું સુખ બીજાના સુખનું કારણ બનવું જ જોઈએ એ વાત મારા મગજમાં હજી બરાબર ગોઠવાઈ નથી અને એટલે જ દુઃખને તો હું એકલો ભોગવી લઉં છું પણ સુખને સહુની વચ્ચે વહેંચી શકતો નથી. | મને લાગે છે કે મારો આ અભિગમ જ મને પરિવારપ્રિય કે લોકપ્રિય બનતા અટકાવી રહ્યો છે. આ ગલત અભિગમને મારે બદલવો જ રહ્યો. સુખ મને નથી પણ મળતું, મને ગમે છે તો સુખ જ; પરંતુ ધર્મની બાબતમાં મારી સ્થિતિ થોડીક વિપરીત છે. હું ધર્મ કરું પણ છું તો ય મને ગમે છે તો પાપ જ ! | દુઃખ મારા પર આવે છે તો ય દુઃખ મને ગમતું તો નથી જ જ્યારે પાપો હું નથી પણ કરતો તો ય મને ગમે છે તો પાપ જ ! | શું થશે મારું ?

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102