Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 81
________________ મનની અનેક નબળી કડીઓમાંની એક નબળી કડી એ છે કે સારાં કાર્યો કરવા એ તૈયાર ત્યારે જ થાય છે કે એ કાર્યો કરવાનો યશ એને જ મળવાનો હોય. આ વૃત્તિના કારણે બને છે એવું કે સંખ્યાબંધ કાર્યો - કે જે શરૂ થઈ શકે તેવા છે એ જીવનમાં શરૂ થતાં જ નથી. એક કામ આપણે કરશું? યશ કોણ લઈ જાય છે એની પરવા કર્યા વિના જીવનમાં સત્કાર્યો શરૂ કરી દઈએ. જગતને તો જે લાભ થશે તે, આપણું મન તો પ્રસનતાથી તરબતર થઈને જ રહેશે. બીજાઓએ મારી સાથે કરેલ ગેરવર્તનને હું સતત યાદ રાખ્યા કરતો હતો અને ફળરવરૂપે ઉદાસીનો શિકાર બન્યા કરતો હતો. મેં મારી વિચારવાની દિશા બદલી. યાદ રાખીને ઉદાસ જ રહેવું એ વધુ સારું કે ભૂલી જઈને હસતા રહેવું એ વધુ સારું ? આજે હું આનંદમાં છું. ગલત ભૂતકાળ હું યાદ રાખતો નથી. મારો વર્તમાનકાળ મસ્ત બની રહ્યો છે.

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102