Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 70
________________ કાંઈ પણ ન કરવા છતાં ઉંમર જેમ વધતી જ જાય છે તેમ કાંઈ પણ ન કરવા છતાં કોણ જાણે કેમ મનમાં વિચારો આવતા જ જાય છે. નિમિત્તો હોય છે તો જ વિચારો આવે છે એવું નથી. વગર નિમિત્તે ય વિચારો આવતા જ રહે છે. અનુભવ એમ કહે છે કે વિચારો કરવા એ જરાય કઠિન નથી, કઠિન તો છે વિચારો બદલવા, વિચારોનું પરિમાર્જન કરવું. વિચારોને સમ્યક દિશા આપવી. વિચારોને નિર્મળ બનાવવા. આપણે એ દિશામાં પ્રયત્નશીલ બનશું ખરા? પ્રભુ મારા સ્વપ્નમાં પધાર્યા અને મને પ્રભુને એક પ્રશ્ન પૂછવાનું મન || થઈ ગયું. ‘અમારી માનવજગતની ક્રૂરતા, કૃતજ્ઞતા અને I કૃપણતા નિહાળ્યા પછી ય આપને ક્યારેય હસવું આવે છે | ખરું ?' ‘માણસ આવતી કાલનું જ્યારે આયોજન કરે છે I ત્યારે મારા ચહેરા પર અચૂક મુસ્કાન આવી જાય છે! પ્રભુનો આ જવાબ સાંભળીને મારી આંખો ખૂલી ગઈ !

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102