Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 44
________________ હસતાં હસતાં રડી પડતા હોય એવા માણસો સંસારમાં જોવા મળે છે; પરંતુ રડતાં રડતાં હસી પડતા હોય એવા માણસો સંસારમાં જોવા લગભગ મળતા નથી. બહિર્જગતની વાસ્તવિકતા ભલે આ છે; પરંતુ આભ્યન્તર જગતની વાસ્તવિકતા આખી અલગ છે. અહીં ક્રોધ કરુણાનો હિસ્સો જરૂર બની શકે છે; પરંતુ કરુણા. ક્રોધનો હિસ્સો ક્યારેય નથી બની શકતી. કર્મકેદીની મુક્તિ સંભવિત છે, મુક્તની કર્મકદ? સંભવિત નથી. આ સ્વભાવની તોછડાઈએ મને એ હદે અપિય : બનાવી દીધો હતો કે મારામાં કંઈક સારું હોઈ શકે છે એ માનવા ય કોઈ તૈયાર નહોતું. આજે હું એ હદે પ્રિય બની ચૂક્યો છું કે ખરાબી મારામાં પણ હોઈ શકે છે એ માનવા કોઈ તૈયાર નથી. ભારે દ્વિઘામાં છું હું. કરું શું ? | પ્રભુ, મારી સારપ પ્રત્યે ભલે કોઈની ય નજર | ન જાય, મારી ખરાબી તો કોકને દેખાવી જ જોઈએ.

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102