Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 62
________________ પુસ્તકો મેં ઘણાં વાંચ્યા છે. નિખાલસ દિલે કહું તો પુસ્તકના જે લખાણમાં પ્રશ્નાર્થચિહ્નો ઘણાં આવ્યા છે એ પુસ્તકના વાંચનમાં મને એટલો રસ નથી આવ્યો જેટલો રસ આશ્ચર્યચિહ્નસભર પુસ્તકના લખાણમાં આવ્યો છે. મનને પ્રસન્નતાથી તરબતર રાખવું છે ? જીવનમાં પ્રશ્નાર્થચિહ્નો ઘટાડતા જાઓ, આશ્ચર્યચિહ્નો વધારતા જાઓ. કારણ ? પ્રશ્નાર્થચિહ્નો બુદ્ધિની પેદાશ છે જ્યારે આશ્ચર્યચિહ્નો હૃદયની ! સાચું શું અને ખોટું શું ? એનો નિર્ણય કરતા રહેવામાં મગજનું દહીં કરી નાખ્યા પછી ય આજે હું પ્રસન્નતાની અનુભૂતિથી વંચિત છું. કારણ તપાસતાં. મને ખ્યાલ આવી ગયો છે કે મારે પસંદગી સાચાખોટા વચ્ચે કરતા રહેવાને બદલે સારા-ખરાબ વચ્ચે કરતા રહેવાની જરૂર હતી. કારણ કે દરેક સત્ય સારું નથી પણ હોતું. દરેક જૂઠ ખરાબ જ નથી હોતું.

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102