Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 63
________________ બગલમાં થરમૉમિટર પાંચ-મિનિટ સુધી રાખો કે પંદર મિનિટ સુધી રાખો. તાવ જેટલો હશે એટલો જ આવશે. સાગરમાં લોટાને એક કલાક સુધી ડૂબાડેલો રાખો કે બે કલાક સુધી ડૂબાડેલો રાખો. લોટામાં પાણી લોટાના કદ જેટલું જ આવશે. પાપકર્મ અને પુણ્યકર્મના ઉદય આ થરમૉમિટર જેવા અને લોટા જેવા છે. તમારા પુરષાર્થની અલ્પતા-તીવતા સાથે એને બહુ લાંબો સંબંધ નથી. આ સત્યને સ્વીકારીને આપણે પરિસ્થિતિમાં સ્વસ્થતા ટકાવી રાખવાની છે. મેં ખાલી ચેલાને જમીન પર ઊભા રાખવાનો પ્રયાસ કર્યો. એ ઊભો રહી શક્યો નહીં. મેં ભરેલા થેલાને જમીન તરફ ઝુકાવવાનો પ્રયાસ કર્યો. એ ઝૂકી શક્યો નહીં. મને ખ્યાલ આવી ગયો કે મન મારું જો ઉત્સાહહીન હશે તો હું ટકી શકીશ નહીં, અહંકારસભર હશે તો હું ઝૂકી શકીશ નહીં. મારે ખૂબ સાવધ રહેવાનું જ છે.

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102