Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 60
________________ 90 તમે અમેરિકા ફરવા જઈ શકો પણ તમને અમેરિકામાં રહી જવાનું પણ સદ્ભાગ્ય [?] મળી જાય એ સંભિવત નથી. તમને કોક પિક્ચરમાં ‘વિલન’ બનવાની તક મળી શકે પણ જરૂરી નથી કે તમને ‘હીરો' બનવાની તક પણ મળી જ રહે ! પરંતુ સ્મશાન એક એવી જગા છે કે જ્યાં તમને જવા મળે કે ન પણ મળે પણ રહેવા તો મળે જ અને સ્મશાનયાત્રા એક એવી યાત્રા છે કે જેમાં તમે આજે ભલે ‘વિલન' બનતા હો, આવતી કાલે ‘હીરો’ બનવાનું સદ્ભાગ્ય [?] તમને મળે જ મળે ! કેવી બદમાસી કરી રહ્યું છે મારું મન ? એ લુચ્ચા સામે લુચ્ચાઈ કરવા તૈયાર છે. ક્રોધી સામે ક્રોધ કરવા તૈયાર છે. જૂઠા સામે જૂઠ બોલવા તૈયાર છે; પરંતુ દાનવીર સામે એ દાનવીર બનવા તૈયાર નથી. ક્ષમાશીલ સામે ક્ષમાશીલ બનવા તૈયાર નથી. નમ્ર સામે નમ્ર બનવા તૈયાર નથી. ‘જેવા સાથે તેવા થવાનું' માત્ર દુર્જનો સામે જ?

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102