Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 50
________________ ૫૦ મ પદાર્થોનું શિખર એવું છે કે એ શિખર પર પહોંચી જવામાં એક વાર તમને સફળતા મળી પણ જાય પણ તમે એમ કહો કે ‘એ શિખર પર ટકી રહેવામાં પણ હું સફળ બનીને જ રહીશ’ તો એમાં તમે માર ખાઈને જ રહો. જ્યારે સદ્ગુણોનું શિખર એવું છે કે એ શિખર પર પહોંચી જવામાં પ્રચંડ પુરુષાર્થે તમે સફળ પણ બની શકો અને જાગ્રત રહો તો એ શિખર પર ટકી રહેવામાં પણ તમે સફળ રહી શકો. કયા શિખર પર પહોંચવું છે ? મને સંપત્તિ સુરક્ષિત સ્થળે રાખતા આવડે છે. ચંપલ ઠેકાણે રાખતા આવડે છે. કપડાં કયા ઠેકાણે રાખવા જોઈએ એની મને સમજ છે. અરે, મકાન કયા ઠેકાણે લેવું જોઈએ એની ચ મારી પાસે અક્કલ છે પણ ખાટલે મોટી ખોડ એ છે કે મનને ઠેકાણે કેમ રાખવું એની જ મને ખબર નથી. પ્રભુ, તું એને ઠેકાણે લાવી દે. ૫૦

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102