Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 57
________________ ગુણોની કોઈ એક જબરદસ્ત ખાસિયત હોય તો તે આ છે કે ગુણો એ ખાનદાન મહેમાન જેવા છે, વગર આમંત્રણે એ આપણા જીવનઘરમાં પધારવા તૈયાર થતા જ નથી જ્યારે દોષોની ખતરનાકતા કોઈ હોય તો તે આ છે કે દોષો એ ખૂંખાર ગુંડાઓ જેવા છે. વગર આમંત્રણે આક્રમણ કરતા રહીને એ આપણા જીવનઘરમાં ઘૂસતા જ રહે છે. ટૂંકમાં, લાવ્યા વિના ગુણો આવતા નથી અને કાયા વિના દોષો જતા નથી. એમ તો મીઠાઈ વેચનારો પણ પૈસા કમાય છે અને ગુટખા વેચનારો પણ પૈસા કમાય છે પરંતુ એ બંને વચ્ચે ફર્ક એટલો છે કે એક લોકોનું મોટું મીઠું કરે છે જ્યારે બીજો લોકોને મોતની ભેટ ધરી દે છે. મેં નક્કી કર્યું છે કે જીવન હું એવું તો નહીં જ જીવું કે જે બીજાને ગલત આલંબન આપનારું બની રહે, ભલે પછી એ જીવન કદાચ પ્રસન્નતાસભર હોય કે મકતીસભર હોય ! e ૫૭

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102