Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 52
________________ રામ-રાવણ વચ્ચેની લડાઈ કામચલાઉ હોય છે, કૌરવ-પાંડવ વચ્ચેની લડાઈ પણ કામચલાઉ હોય છે; પરંતુ મન અને અંતઃકરણ વચ્ચેની લડાઈનો તો કોઈ અંત જ નથી. મન કહે છે, તે જગતને વશ કરી લે, રાજા છે. અંતઃકરણ એમ કહે છે, તે મનને વશ કરી લે, રાજા છે. મુશ્કેલી એ અનુભવાય છે કે સાચો અવાજ અંતઃકરણનો લાગે છે જ્યારે સારો અવાજ મનનો લાગે છે. કરવું શું? * પાણી જ્યાં સુધી અસ્થિર હોય છે ત્યાં સુધી એમાં પડી રહેલ પ્રતિબિંબને સ્પષ્ટ જોઈ શકાતું નથી. સ્પષ્ટ પ્રતિબિંબ ત્યારે જ દેખાય, છે કે જ્યારે પાણી સ્થિર હોય છે. વરસોના અનુભવ પછી આજે મને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો છે કે હું જેને સત્ય માનતો હતો એ સત્ય નહોતું, માત્ર મારી માન્યતા જ હતી !

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102