Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 38
________________ સૂરજના દર્શન માટે દીવો સળગાવવાની બાલિશતા ન જ દાખવાય એ તો કોણ નથી સમજતું એ પ્રશ્ન છે. પુષ્પની સુવાસ અનુભવવા આંખોને કામે ન લગાડાય એનો ખ્યાલ તો કોને નથી એ પ્રશ્ન છે; પરંતુ બધાય તર્કોના જે આધાર છે એ પરમાત્માને સમજવા તર્કનો સહારો ન જ લેવાય એની સમજ તો કોને છે એ પ્રશ્ન છે. પ્રભુને સમજવા છે ? હૃદયચક્ષુને કામે લગાડી દો! * માત્ર મેં એક કલાક માટે એક પ્રયોગ કર્યો. ‘હું, મને અને મારું આ ત્રણ શબ્દોને તો હું મારી વાતચીતમાં | સ્થાન નહીં જ આપું. પણ કબૂલ કરી દેવા દો મને કે મારો આ પ્રયોગ પંદર મિનિટ સુધી પણ ન ચાલી શક્યો. મારે મૌન ધારણ કરી લેવું પડ્યું. જુઓ, આ વાત જણાવતાં - પણ મારે એ શબ્દોનો પ્રયોગ e કરવો જ પડ્યો ને ?

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102