Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 39
________________ ૩૯ ઝવેરાતની દુકાનમાં ઘરાકને ઝવેરાત જરૂર મળે પરંતુ ઝવેરાતની આખી ને આખી દુકાન તો ન જ મળે ! બગીચામાં જનાર માણસને પુષ્પની સુવાસ અનુભવવા જરૂર મળે, અરે, કદાચ પુષ્પ પણ મળી જાય પરંતુ આખો ને આખો બગીચો તો ન જ મળે ! પ્રભુ પાછળ આપણને પાગલ બનતા જો આવડે તો પ્રભુ આખાને આખા મળી જાય તેમ છે. આપણે શું કરશું ? પ્રભુ પાસે માંગશું કે આખા ને આખા પ્રભુને જ માગી લેશું ? જીવનનાં વીતી ગયેલ વરસો પર નજર કરું છું અને મને બે જ ચીજ દેખાય છે. મારા પ્રત્યે જેમને કંઈક પણ સારી આશા હતી એ તમામને મેં નિરાશ જ કર્યા છે. અને સરવાળે મારે નિરાશ જ થવું પડે એમના પ્રત્યે જ હું આશા રાખીને બેઠો છું ! મારા જીવનની કરુણતાના મૂળમાં આ વાસ્તવિકતાનો ફાળો ઓછો નથી. ૩૯

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102