Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 35
________________ સૂર્ય મધ્યા હોવા છતાં મને પ્રકાશની અનુભૂતિ નથી થઈ શકતી, જો મારા ઘરના દરવાજા હું બંધ જ રાખું છું અથવા તો જો હું આંખો બંધ રાખું છું અથવા તો જો હું અંધ છું. પ્રભુવચનો ઉપલબ્ધ હોવા છતાં મારામાં કોઈ જ સમ્યક્ પરિવર્તન અનુભવવા નથી મળતું કારણ કે મનના દરવાજા મેં બંધ રાખ્યા છે. પરિવર્તનને સ્વીકારી શકતી દેષ્ટિ મેં બંધ રાખી છે અને વિવેકચક્ષુ મારી ખૂલી જ નથી. શું કરે પ્રભુવચનો ? અત્તરની બાટલી ખુલ્લી હોય અને ગટરનું ઢાંકણું બંધ હોય એ નગરવ્યવસ્થા શ્રેષ્ઠ છે પણ એવી વ્યવસ્થા સંભવિત ન હોય અને ગટરનું ઢાંકણું અને અત્તરની બાટલીનું ઢાંકણું બંને બંધ હોય એવી વ્યવસ્થા મળતી હોય તો એ વ્યવસ્થા સ્વીકારી લેવા જેવી છે. હું ગુણાનુવાદ નથી કરી શકતો. નિંદા કરવાનું મેં બંધ કર્યું છે !

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102