Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 29
________________ સાપને વશમાં ન રાખી શકે એ માણસને સાપ મારી નાખે એ તો સાંભળ્યું છે અને સાપને વશમાં રાખી શકે એ માણસ સાપ દ્વારા પોતાની આજીવિકા ચલાવી શકે એ ય સાંભળ્યું છે; પરંતુ મનને જે વશમાં ન રાખી શકે એ વ્યક્તિને મન એ હદે બરબાદ કરી નાખે છે કે જેનું શબ્દોમાં વર્ણન ન કરી શકાય અને મનને જે વશમાં રાખી શકે એ વ્યક્તિને મન એ હદે ન્યાલ કરી દે છે કે જેનું ય શબ્દોમાં વર્ણન ન કરી શકાય એ ય સમજી લેવા જેવું છે. વાંચ્યું છે આ વાક્ય ? “મનનું માન્યું, મર્યા! મનને માર્યું જીત્યા !' ડાહ્યા કરતા ગાંડો વધારે સુખી દેખાતો હોય તો ય મને ક્યારેય એવો વિચાર ન આવે. કે ડાહ્યા રહેવા કરતા ગાંડા રહેવું વધુ સારું પણ, | ધર્મી કરતા પાપી વધુ સુખી દેખાય એટલે તરત જ મારા મનમાં આ વિચાર ઝબકવા લાગે કે ધર્મી બન્યા રહેવા કરતા પાપી બન્યા રહેવું વધુ સારું! કમાલ છે ને ?

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102