Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 30
________________ હીરા મેળવવા માટે જે માણસ ખાણમાં નીચે ઊતરે છે એ માણસે હીરા સુધી પહોંચતા પહેલાં વચ્ચે આવતા ઘણા-બધા પથરાઓ છોડવા જ પડે છે.. એક ઉમદા પરિબળને જે આપણે ‘હા’ કહેવા માગીએ છીએ તો ઘણાં-બધાં અધમ અને તુચ્છ પરિબળોને ‘ના’ પાડી દેવાની હિંમત આપણે કેળવવી જ પડશે. આમાં આપણે જો કાચા પડ્યા તો ‘હા’ સુધી આપણે પહોંચી રહ્યા ! હું પશ્ચિમ તરફની બારી ખૂલતી હોય એવા જ મકાનમાં રહેવાનું પસંદ કરું અને સૂર્યોદય જોવા ન મળતાં દુઃખી થતો રહું એનો કોઈ અર્થ જ નથી ને ? હું આખો દિવસ નકારાત્મક વિચારો જ કર્યા કરું અને પછી ફરિયાદ જ કર્યા કરું કે મારું મન પ્રસન્ન નથી રહેતું. કોઈ અર્થ છે ખરો ? ૩૦

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102