Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 32
________________ નબળાઈઓ સામે લડી લેવાની તાકાત મનમાંથી આવશે એવું જો આપણે માની બેઠા હોઈએ તો એ આપણી ભયંકર ભૂલ છે. કારણ કે મન તો નબળાઈઓનું જ હિમાયતી છે. નબળાઈઓ સામે લડવાની પ્રચંડ તાકાત મનમાંથી નહીં પણ હૃદયમાંથી આવે છે અને એ તાકાતને અસરકારક રૂપમાં જો આપણે મૂકવા માગીએ છીએ તો એ માટે પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞા લેવાની મન જો ના પાડી રહ્યું છે તો સમજી રાખજો કે નબળાઈઓની જીવનમાંથી હકાલપટ્ટી શંકાસ્પદ છે. જન્મ આપીને જેમણે હાથ ઊંચા ન કરી દીધા પણ જે દીકરાને મા-બાપે જીવન પણ આપ્યું અને સંસ્કારો પણ આપ્યા. એ દીકરાએ પોતાનાં માબાપને પાછલી વયમાં વૃદ્ધાશ્રમમાં મૂકી દેવાનો વિચાર મારી સમક્ષ રજૂ કર્યો. મેં એને કૂતરાનાં બિસ્કિટ ખાઈ લેવાની ભલામણ કરી. કદાચ વફાદારીનો ગુણ એનામાં આવી જાય !

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102