________________
૮
Rohit
મારે આ કામ ઘેર રહીને કરવાનું હતું અને પેઢીનું વિશાળકાય દફતર પેઢીમાં હતું એટલે વાર’વાર કેટલીક સામગ્રીની અથવા તા કેટલીક માહિતીની મને જરૂર સમયે સમયે પડયા જ કરતી હતી આ સામગ્રી અને માહિતી મને મેાકલવા માટે હું વારવાર પેઢીના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી જે. કે. પંડયા સાહેબને ત્યા પેઢીના રેકર્ડ ખાતાના કાર્યકર શ્રી વાડીભાઈ શાહને પજવ્યા જ કરતા હતા અને તે મને જોઇતી સામગ્રી અને માહિતી પ્રેમપૂર્વક પૂરી પાડયા કરતા હતા. આવી લાગણી બતાવવા માટે હુ' એ બન્ને મહાનુભાવાના હાર્દિક આભાર માનું છું. આ પુસ્તકના ૧૩ મા પ્રકરણની પૂરવણીને અંતે સૂચવ્યા મુજબ નવ બાદશાહી ફારસી ફરમાના ગુજરાતી અનુવાદ કરી આપવા બદલ થા પૂરવણીમાં આપવામાં આવેલ વીસેક જેટલાં ફરમાનને સાર લખી આપવા બદલ અમદાવાદની એચ. કે. આર્ટસ કૉલેજના ફારસી ભાષાના પ્રાધ્યાપક શ્રી મહમ્મદ ઝુબેર કુરેશીના હું આભાર માનુ` છું.
આ ઉપરાંત મારા પ્રત્યેની આત્મીયતાની લાગણી ધરાવતા અને અમદાવાદના જાણીતા જૈન એડવોકેટ પ્રેસના એક માલિક ભાઈશ્રી સુરેશભાઈ મનુભાઈ કાપડીયાને ઉપયાગ પણ અવારનવાર હું મારા કામ માટે કરતા રહ્યો છું. એમ કહેવુ... જોઇએ કે તેઓએ મારા એક સદેશવાહક તરીકેનુ` કામ ખૂબ પ્રેમ અને લાગણીપૂર્વક કર્યું' છે અને એમની લાગણી જોઈને હું એમને વિના સÝાચે પજવતા રહો છું. એમની આવી લાગણી મેળવવા બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અને એમની આ સેવાઓની હું કૃતજ્ઞતાપૂર્વક નોંધ લઉં છું.
બીજા ભાગના લેખન કાર્ય અંગે
અહી' એ વાતને નિર્દેશ કરવા જરૂરી છે કે આ ખીજા ભાગનું લેખન કાર્ય મે' ઘેર રહીને કર્યું છે એ વાત ઉપર આવી ગઈ છે. પેઢીનુ જંગી દાતર પેઢીમાં જ હાય અને મને એની અવારનવાર જરૂર લાગ્યા કરતી હાય આવી સ્થિતિમાં આ લખાણુની ચકાસણી કરવામાં કંઈ શિથિલતા રહી જવા પામી હાય એ બનવાજોગ છે. એટલે આમાં પહેલા ભાગ જેટલી ચાકસાઈતા વાચકાને અભાવ જણાય ત તે સ્વાભાવિક છે. આ અંગે મારે તો એટલુ જ કહેવાનુ` છે કે આ ખીન્ન ભાગના લખાણમાં શિથિલતા રહી જવા ન પામે, અથવા ઓછામાં ઓછી શિથિલતા રહે એ માટે મારાથી બનતી ચેાકસાઈ કરવામાં મેં ઉપેક્ષા ભાગ્યે જ સેવી છે આમ છતાં કાઈને આ ખીજા ભાગના લખાણ અંગે કંઈ કહેવાપણું લાગે તા મારી માંદગીવાળી પરિસ્થિતિને વિચાર કરીને મને ક્ષમા કરે અને મને એ ખામીની જાણુ કરવા કૃપા કરે.
આ પુસ્તકનુ છાપકામ પહેલા ભાગની જેમ, શ્રી પાર્શ્વ પ્રિન્ટરીએ કરી આપ્યુ છે તેની સાભાર નોંધ લઉં છું. એનું બાઇન્ડીગ શ્રી ભગવતી બાઈન્ડીંગ વર્કસ કરી આપ્યું' છે અને એના પ્રરિડિ`ગમાં શ્રી રહિત શાહે મને સહાય કરી છે એની સાભાર નોંધ લઉં છું અને આટલા પ્રાસંગિક નિવેદન સાથે આ પુસ્તક શ્રીસંધના કરકમલમાં ભેટ ધરી કૃતાર્થ થાઉં છુ.
Jain Education International
For Private & Personal Use Only
—રતિલાલ દીપચંદ દેસાઈ તા. ૨૬-૯-૧૯૮૫
www.jainelibrary.org