Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 2
Author(s): Ratilal D Desai
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 9
________________ આ પુસ્ત–પરમાત્માની કૃપાનું ફળ (લેખકનુ કથન ) આ પુસ્તકનું લખાણ લગભગ પૂરું થવા આવ્યું છે ત્યારે ત્રણ વાતના નિર્દેશ કરવા જરૂરી છે (૧) પરમાત્માની અસીમ કૃપા વગર આ કામ થઈ શકયુ ન હેાત એટલે એને પહેલા યશ પરમાત્માની કૃપાદૃષ્ટિને ઘટ છે. (ર) ખીજો ઉપકાર મારે માતા સરસ્વતીદેવીના માનવાના રહે છે. એણે જે બુદ્ધિશક્તિ પૂરી પાડી તેથી જ આ કામ થઈ શકયુ છે. ઉપરાંત લગભગ જીવનનિર્વાહને રાહુ ઓછા દોષસેવનથી આગળ વધતા રહ્યો છે તે એની કૃપાનું જ ફળ છે. (૩) ત્રીજીવાતના નિર્દેશ મારે એ બાબતના કરવાને છે કે શેઠ આણુ ંદજી કલ્યાણુજીનાં સંચાલક મહાનુભાવાએ મને ઘેર રહીને સહાયક વ્યક્તિની સહાયથી આ કામ કરવા દેવાની ઉદારતા ન દાખવી હાત તો હું આ કામ હાથ ધરી શકત નહી', એટલે આ ત્રણે પ્રત્યે મારા કૃતજ્ઞતાનેા ભાવ વ્યક્ત કરુ છું. મારી મૂંઝવણ અને કંઈક ઉકેલ તા. ૫-૧૦-૧૯૮૩ના રાજ મારા ડાબા અંગે લકવાના હળવા હુમલા થયા ત્યારે મને લાગ્યું કે શેઠ આણુંજી કલ્યાણજીની પેઢીના ઇતિહાસના ખીજો ભાગ હવે મારાથી લખી શકાશે નહી. એટલે મે' મારું રાજીનામુ` પેઢી ઉપર લખી મેાકલ્યું'. આ રાજીનામાના જવાબમાં મને પેઢીના પ્રમુખ શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ તરફથી એ મતલબનું કહેવામાં આવ્યુ કે, અમે તમને કર્મચારીની કક્ષામાં ગણતા જ નથી તેા રાજીનામાને સ્વીકાર કરવાની વાત જ ઊભી થતી નથી, પેઢીના આ જવાબ પેઢીના પ્રમુખશ્રી ત્થા સંચાલાની મારા પ્રત્યેની લાગણી દર્શાવતા હતા એટલે એ જવાબ વાંચીને મારું અંતર લાગણીભીનું બની ગયું અને મારે હવે શું કરવું એની વિમાસણમાં હું પડી ગયો. પેઢીના કર્મચારી તરીકે ચાલુ રહેવુ' હાય તો મારે મારી શક્તિ અને બુદ્ધિ મુજબ પેઢીને ઇતિહાસ લખવાનું કામ આગળ વધારવુ જ જોઈએ એમ મને લાગ્યા કરતું હતું. આ કામ હું પાર પાડી શકું એ માટે મે... એ રાહુ અપનાવ્યા. (૧) જો મારી હયાતી દરમ્યાન આ પુસ્તકને છપાયેલું હું જોઈ શકુ તા મારા સ્વભાવ જવલ્લે જ બાધા-માનતા માનવાના હેાવા છતાં મેં એમ નક્કી કર્યુ કે મારે દેવાધિદેવ શ્રી શ ંખેશ્વર મહાતીર્થની યાત્રા કરવી. (ર) આ દિશામાં મેં મને સહાયભૂત થાય એવી વ્યક્તિની શેાધ કરી. આ શેાધના પરિણામે અમદાવાદ પાસેના કુબડથલ મુકામે રહેતા ભાઈશ્રી નરેશભાઈ પુરુષાત્તમદાસ શાહનેા પેઢીની અનુમતિથી મારા કામમાં સહકાર લેવાનુ મે નક્કી કર્યુ અને એમની સહાયથી મે ૧૪ મા અને ૧૫ મા એ એ પ્રકરણનું લખાણ પૂરું પણુ કર્યું. આ કામ મે` ૧૯૮૪ના જાન્યુઆરીની ૧૭મી તારીખથી શરુ કર્યું હતુ. આ માટે હું શ્રી નરેશભાઈના આભાર માનું છું. પણ પછી હું ફરી માંદા પડયો અને એ વાત ત્યાં જ અટકી ગઈ. આમ છતાં પેઢીના ઈતિહાસ લેખનનું કાર્ય મારા મગજમાં ઘુમરાઈ રહ્યું હતું. ઉપરાંત સને ૧૯૮૪ના સપ્ટેમ્બર માસ દરમ્યાન મારી બન્ને આંખે મેતિયા આગળ વધવાને લીધે વાંચવાનું લગભગ બધ થઈ ગયું હતું એટલે મારા વાચક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 403