Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 2
Author(s): Ratilal D Desai
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 8
________________ પ્રકાશકીય નિવેદન શેઠશ્રી આણુ જી કલ્યાણુજીની પેઢીના ઇતિહાસના ખીજો ભાગ શ્રીસંધતા કરકમલમાં મૂકતાં અમે અપાર ધન્યતા અનુભવીએ છીએ. આશરે પંદરેક વર્ષ અગાઉ, પેઢીના તે સમયના પ્રમુખ શ્રેષ્ઠિવ સ્વ. કસ્તૂરભાઈ લાલભાઈની દષ્ટિસંપન્ન પ્રેરણાથી જૈન સમાજના જાણીતા લેખક શ્રીયુત રતિલાલ દીપચંદ દેસાઈએ ઇતિહાસ તૈયાર કરવાનું ભગીરથ કહી શકાય તેવું કાં આરળ્યુ હતુ, અને તેમના એ પુરુષાર્થના ફળસ્વરૂપે, ઇતિહાસના પહેલા ગ્રંથ ઇ. સ. ૧૯૮૩ ના ફેબ્રુઆરીમાં અત્રે શ્રીસંધના હાથમાં મૂકયો હતા. તેમાં ૧ થી ૧૦ પ્રકરણેામાં શ્રી શેત્રુંજય તીર્થના વહીવટ અને વ્યવસ્થાને લગતી અધિકૃત ઐતિહાસિક હકીકતા રજૂ થઈ છે. તેના અનુસંધાનમાં જ, આખીન ગ્રંથમાં પણ શેત્રુ་જય તીર્થ ને લગતી શેષ વિગતા તથા પેઢી સાથે સંકળાયેલી ખીજી અનેક બાબતાની માહિતી રજૂ કરવામાં આવી છે. આ બન્ને ગ્રન્થેા તૈયાર કરવામાં શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ અથાગ પરિશ્રમ ઉઠાવ્યા છે, એટલું જ નહિ, પણ પાછળના મહિનાઓમાં તા તેઓશ્રીની લકવા, ડાયાખીટીસ, બ્લડપેશર વગેરે રોગાને કારણે સતત નાદુરસ્ત તબિયત રહેતી અને અતિ કથળેલી શારીરિક પ્રકૃતિ હૈાવા છતાં પેઢી પ્રત્યેની પેાતાની મમતાને કારણે જ, ઇતિહાસનેા આ ખીજો ભાગ પેાતાના હાથે જ વેળાસર પૂરા કરવાની પ્રબળ ઈચ્છાશક્તિ તેમણે સેવી હતી, અને તે અનુસાર તેમણે આ ગ્રંથનું સંપૂર્ણાં લેખનકાર્ય પાર પાડયું હતું. કમભાગ્યે, આ લખાણ સંપૂર્ણી કર્યા પછી ઘેાડા જ વખતમાં તેમની તબિયત લથડી, અને વિધિના અકળ વિધાન અનુસાર તેઓએ આપણી વચ્ચેથી વિદાય પણ લઈ લીધી, તેની નેાંધ લેતાં ઘણા ખેદ થાય છે. પેઢીને ઇતિહાસ સાંગેાપાગ તૈયાર કરી આપવા બદલ પેઢી તથા શ્રીસંઘ તેમનાં સદૈવ ઋણી રહેશે. તેઆના સ્વર્ગવાસ પછી, આ ગ્રંથના છાપકામ વિગેરેની જવાબદારી આ કામમાં તેની મદદનીશ તરીકે ફરજ બાવનાર, તેઓની પૌત્રી બહેન શિલ્પાએ સારી રીતે ઉઠાવી છે અને આ કામ પાર પાડયું છે તે બદલ તેને પણ ધન્યવાદ ઘટે છે. આ ઉપરાંત પરમ પૂજ્ય પંન્યાસશ્રી શાલચંદ્રવિજયજી મહારાજ સાહેબનું માદન પણ અમને અવારનવાર મળતું રહ્યું છે જે માટે અમે તેઓશ્રીના ખાસ ઋણી છીએ. આ ગ્રંથના મુદ્રણની વ્યવસ્થા શ્રી હેમેન્દ્ર જસવંતલાલ શાહે (શ્રી પાર્શ્વ પ્રિન્ટરી, અમદાવાદ) તેમજ ખીએના મુદ્રણની વ્યવસ્થા શ્રી હરૅન્દ્ર જસવંતલાલ શાહે ખૂબ પ્રેમપૂર્વક કરી આપી છે તે બદલ તે પણ ધન્યવાદને પાત્ર છે. Jain Education International For Private & Personal Use Only ટ્રસ્ટીમંડળ શેઠ આણુ ધ્રુજી કલ્યાણજી પેઢી www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 403