________________
અને લેખક તરીકેની બેવડી જવાબદારી નિભાવી શકે અને એ કામ કઈ પણ રીતે આગળ વધારી શકે એવા બીજા સહાયકની મેં તપાસ કરવા માંડી.
આ તપાસ કરતાં કરતાં મારું ધ્યાન એમ. એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી મારી પૌત્રી ચિ. શિલ્પા નિરુભાઈ દેસાઈ તરફ ગયું, એને પિતાના અભ્યાસના સમય ઉપરાંત દરરોજ સવાર-સાંજના ત્રણ ચાર કલાકને સમય આપવાની અનકળતા હતી એટલે પેઢીના સંચાલકોની અનુમતિથી મેં એને મારા સહાયક તરીકે લેવાનું નક્કી કર્યું અને સને ૧૯૮૪ના સપ્ટેમ્બર માસથી ઈતિહાસ લેખનનું કામ ફરી શરુ કર્યું જે લગભગ પૂરું થવા આવ્યું છે. આમાં ચિ. શિલ્પાની કાર્યવાહીની નોંધ લેતાં મને ઘરે આનંદ થાય છે.
અપવાદસેવન માટે ક્ષમાયાચના:-કાર્યાલયમાં જઈને કામ કરવું તે એક વાત છે અને ઘેર રહીને કામ કરવું તે સાવ જુદી વાત છે. ઘેર રહીને કામ કરવામાં વચ્ચે વચ્ચે એક યા બીજા કારણે વિક્ષેપે આવતા જ રહે છે એમ મારે અનુભવ કહે છે. કઈ મળવા આવે અથવા કોઈ જાતનું ઘરકામ નીકળી આવે વગેરે કારણે લેખનકાર્યમાં વિક્ષેપ આવતે જ રહે છે; અને આ વિક્ષેપ આવવાથી કાર્ય પ્રત્યેની ત્થા આર્થિક પ્રામાણિકતામાં ખામી આવ્યા જ કરે છે. કાર્ય પ્રત્યેના આવા અપવાદસેવનથી કાય પ્રત્યેની પ્રામાણિકતામાં જે કાંઈ ખામી આવવા પામી હોય તે માટે હું અંતઃકરણથ કરું છું, પણ સાથે સાથે બહુ જ નમ્રતાપૂર્વક એટલું જણાવવાની રજા લઉ છું કે આવા અપ સેવનની મને અનુકુળતા ન હોત તે આ કામ ન તે હું હાથ ધરી શકત કે ન તે હું પૂરું કરી શક્ત. આ માટે પણ હું પેઢીના સંચાલક મહાનુભાવોને હાર્દિક આભાર માનું છું.
એક ખામી માટે દિલગીર:–અતિહાસિક વિષયના ત્યા બીજા પણ કેટલાક વિષયનાં પુસ્તકોને અંતે શબ્દસચિ આપવાની પ્રથા લગભગ સર્વમાન્ય થઈ ગઈ છેઆમ છતાં આ પુસ્તકને અંતે હું શબ્દસૂચિ આપી શકતા નથી અને હવે એ તૈયાર કરીને આપી શકું એવી મારી શારીરિક સ્થિતિ નથી એ માટે મને ઊંડું દર્દ છે અને એ માટે હું દિલગીરી દર્શાવું છું.
આભાર નિવેદન અને કૃતજ્ઞતા આ પેઢીના ઈતિહાસના બીજા ભાગના લેખન કાર્યમાં મારા એક સમયના સાથી કાર્યકર હૈ. કનુભાઈ બી. શેઠે તૈયાર કરી રાખેલ કાર્ડ ઈન્ડેકસ રૂ૫ ને મને ઠીક ઠીક ઉપયોગી થઈ પડી છે. તેની આ સ્થાને કતજ્ઞતાપૂર્વક નોંધ લઉં છું અને એ માટે એમને આભાર માનું છું. આ ઉપરાંત મારી પુત્રી ચિ. માલતીએ પેઢીનું વિશાળ દફતર તપાસીને કરી રાખેલ કેટલીક નોંધાના આધારે આ ઇતિહાસ લેખનનું કાર્ય મારા માટે સરળ થઈ પડયું છે એ વાતની નોંધ લેતાં આનંદ અનુભવું છું.
વળી પ. પૂ શાસનસમ્રાટ આચાર્ય દેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના ૫. ૫, મનિ મહારાજશ્રી શીલચંદ્રવિજયજી મહારાજે મારા પ્રત્યેના ધર્મનેહથી થા શેઠ આણ પઢી પ્રત્યેના પરંપરાગત અનરાગથી પ્રેરાઈને ઇતિહાસના બીજા ભાગની ૧૧ માં પ્રકરણથી અંત સુધીની હસ્તપ્રત વાંચી જઈને કેટલાંક ઉપયોગી સૂચને કર્યા છે તે માટે હું તેમને હાર્દિક ઉપકાર માનું છું આ સૂચનેમાંથી કેટલાકને હું ઉપયોગ કરી શક્યો છું અને કેટલાકને હું નથી કરી શકો તે તે માટે હું તેમની ક્ષમા માંગું છું તે મારા માટે ભીડભંજક વ્યક્તિ છે એમ કહી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org