Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૦ કર્મશાનો ઉદ્ધાર નથી તે બરોબર છે. કારણ કે આ ગ્રંથની રચના પછી જ થએલો છે.
૦ ચંદ રાજાને કુકડાની વાત જે અત્યંત પ્રચલિત હોવાના કારણે અને ગ્રંથનો વિસ્તાર ખૂબ જ મોટો થઈ જાય આ ભયે પણ ન લીધી હોય એ બની શકે.
૦ પણ સમરાશાહનો ઉદ્ધાર આ ગ્રંથકારે કેમ વર્ણવ્યો નથી ? કારણ કે તે ઉદ્ધાર –૧૩૭૧–માં થએલો છે. અને આ ગ્રંથ –૧૫૧૮–માં થએલો છે. માટે તે ઉદ્ધાર ન લેવાનું કારણ ચોકકસ વિચારણા માંગી લે તેવી હકીક્ત છે.
આ ભાષાંતરના ગ્રંથમાં ઘણી ઘણી અવનવી હકીક્તોનો સંગ્રહ છે. જેમ કે:- શ્રી શત્રુંજયના ભગીરથ નામ પરની કથામાં સગરચવર્તિના પુત્ર ભગીરથ વગેરે અષ્ટાપદતીર્થનું રક્ષણ કરવા માટે જેમ ખાઈ કરીને સમુદ્ર લાવ્યા હતા. તેવી રીતે અહી પણ તીર્થના રક્ષણ માટે સમુદ્રને લાવ્યા. પણ ઈન્દ્ર મહારાજાના ના કહેવાથી તે સમુદ્રને આગળ વધતો અટકાવ્યો. તે સમુદ્ર અત્યારે ઘોઘા-મહુવા વગેરેમાં દેખાય છે. :- રસકૂપિકાની ઉપમાની કથામાં શ્રી શાંતિનાથ પ્રભુની સામે રહેલી રસકૂપિકાની રસપ્રદ માહિતી છે. :- સગરચક્રવર્તિના સંબંધમાં શ્રી અજિતનાથ પ્રભુના જીવનચરિત્રમાં જેમ ધરણેન્દ્રએ સર્પરુપે થઈ શ્રી પાર્શ્વનાથ પ્રભુને છત્ર કરેલ તે રીતે શ્રી અજિતનાથપ્રભુને એક ભાવિક મોરે ભક્તિથી પોતાના પીંછાડે છત્ર ધરેલ હતું.
પાંડવોના ચરિત્રમાં પાંચ પાંડવોને તેમના પિતા એવા પાંડદેવે શ્રી રાખ્યુંજયની યાત્રામાં સહાય કરવાની ભાવના દર્શાવી. અને સંઘ કાઢયો ત્યારે સહાય કરી. તેના આધારે તે છરી પાલિતસંઘની સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં લખાયેલી આમંત્રણ પત્રિકા વાંચવા જેવી છે.
૦ આમરાજા અને તેમના ગુરુ બપ્પભટ્ટ સૂરિજીનો સંપૂર્ણ સંબંધ વિદ્વાન મનુષ્યોને સમજ પડે તેવો અને વાંચવા યોગ્ય છે.
૦ અનુપમ સરોવરના અધિકારમાં લલિતા દેવી પોતાના પતિ શ્રી વસ્તુપાલ મંત્રીએ ધર્મ અને ધર્મની પ્રભાવને માટે કરેલાં કાર્યોને પોતાના મુખે બોલી રહી છે તે ખાસ વાંચવા જેવું છે. આવા પ્રકારનાં કાર્યો પણ ધર્મની પ્રભાવના માટે થઈ શકે છે એવું ગ્રંથકારનું માર્મિક દિશાસૂચન છે. આવી આવી બીજી અનેક વસ્તુઓનો સંગ્રહ ગ્રંથકારે ગ્રંથમાં કરેલ છે.
આ ગ્રંથના બીજા ભાગમાં પૂર્તિના વિભાગમાં શ્રી શત્રુંજયની વિવિધ ઉપમાઓ, સિદ્ધિપદને પામેલા આત્માઓની ટૂંક નોંધ, શ્રી શત્રુંજયનાં -ર૧- ને -૧૦૪- નામો વિવિધ રીતે અને તે નામો પાડવાનાં કારણો, શ્રી શત્રુંજ્ય શાસ્વતો છે તેનાં કારણો, શ્રી શત્રુંજ્યપર બંધાએલાં વિવિધ નામનાં મંદિરો, પૂર્વનવાણુંની ગણતરી, અને પાછલથી થયેલા ઉદ્ધારો વગેરે છે. આની ખરેખરમઝાને માહિતી તો વાંચવાથી જ મલશે. આ ભાષાંતરકારે