Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 21
________________ ૩. પરિગ્રહ : નરકગતિમાં જવાનું ત્રીજું કારણ છે પરિગ્રહ. પરિગ્રહ એટલે કે મૂર્છા - મમત્વ. ધન-સંપત્તિ અને વૈભવનું મમત્વ વર્તમાનકાળમાં અત્યંત વધી ગયું છે. એનું ફળ છે અસંતોષ, અવિશ્વાસ અને આરંભ-સમારંભ. એનો અર્થ દુઃખ, કષ્ટ અને અશાંતિ. સમગ્ર વિશ્વને પોતાની આંગળીના ઇશારે નચાવનાર આ દુષ્ટ ગ્રહને ઉપશાંત કર્યા વગર જીવને સુખશાંતિ અસંભવિત છે. સગર ચક્રવર્તીને કેટલા પુત્રો હતા ? કુચિકર્ણને ત્યાં કેટલી ગાયો હતી ? તિલક શ્રેષ્ઠીના ભંડારમાં કેટલું અનાજ હતું ? મગધ સમ્રાટ નંદ રાજાની પાસે કેટલું સુવર્ણ હતું ? પરંતુ એ બધાંને તૃપ્તિ ક્યાં હતી ? પરિગ્રહ મમત્વને કારણે મનુષ્યમાં તામસભાવ અને રાજસભાવનું પૂર આવી જાય છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજીએ કહ્યું છે - दोषास्तु पर्वतस्थूलाः प्रादुष्यन्ति परिग्रहे । પરિગ્રહને કારણે પર્વત જેવા વિશાળ અને ગંભીર દોષો પેદા થાય છે. એનાથી આવર્જિત માનવ પોતાના પિતાની હત્યા કરવામાંય પાછો પડતો નથી. મુનિહત્યા કરવામાંય ગભરાતો નથી. ધનધાન્ય, સંપત્તિ-વૈભવ, પરિવાર, ભવન અને વાહન વગેરે પરિગ્રહ છે. આત્માથી ભિન્ન પદાર્થો માટે મૂચ્છા-મમત્વ પરિગ્રહ છે. ધનસંપદા આદિ બાહા પરિગ્રહ છે. મિથ્યાત્વ - અવિરતિ આદિ આવ્યંતર પરિગ્રહ છે. આમ તો મૂર્છાથી આચ્છાદિત બુદ્ધિવાળાઓ માટે સમસ્ત જગત પરિગ્રહ છે. આ પરિગ્રહ આત્માને નરકમાં લઈ જાય છે. ૪. તીવ્ર ક્રોધ : તીવ્ર ક્રોધ મનુષ્યને નરકગતિનું આયુષ્ય બંધાવે છે. તીવ્ર ક્રોધી જલદીથી રૌદ્રધ્યાનમાં પહોંચી જાય છે. રૌદ્રધ્યાનમાં નરકગતિનું જ આયુષ્યકર્મ બાંધે છે, એટલા માટે ક્રોધનું શમન અને દમન કરતા રહો. ક્યારેય ક્રોધની તીવ્રતામાં ચાલ્યા ન જાઓ. ૫. શીલરહિતતા : શીલરહિતતા એટલે કે વ્યભિચાર. આ એક મોટું પાપ છે. નરકગતિનું આયુષ્ય બંધાવે છે. પરસ્ત્રી સમાગમ, પરપુરુષ સમાગમ શારીરિક દૃષ્ટિએ, સામાજિક દૃષ્ટિથી તો મોટું પાપ છે જ; પરંતુ પારલૌકિક દૃષ્ટિએ પણ એ નરકમાં લઈ જનારું છે. રાવણ નરકમાં ગયો ને ? જે કે તેણે શારીરિક દૃષ્ટિએ સીતાને સ્પર્શ કર્યો ન હતો, પરંતુ એનાં મન-વચન પતિત થઈ ગયાં હતાં. એના નિમિત્તે યુદ્ધ થયું. આર્તધ્યાન, રૌદ્રધ્યાન થયું, નરકગતિનું આયુષ્યકર્મ બંધાઈ ગયું. લોકસ્વરૂપ ભાવના ७

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 ... 356