Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 8
________________ શબ્દસંનિધિ બહેન હિરના માટે પણ આવી લાગણી ધરાવે છે ! શૈબુતિકિનને તો પોતે હાથપગ ચલાવતો હોવા છતાં જીવતો હોય તેમ લાગતું નથી. રૂઢ અર્થમાં ખલપાત્ર કે કુટિલ પાત્ર ચેખોવના નાટક કે નવલિકામાં મળતાં નથી. પરંતુ સાહજિક પાત્રચિત્રણમાં જ કુટિલતાનું નિરૂપણ મળે છે. આ નાટકમાં નતાશા એ પ્રકારનું પાત્ર છે. નોકરો પર ચિડાતી તથા સમારંભના આનંદનો નાશ કરનારી આ નારીમાં પ્રાકૃતતા, સ્વકેન્દ્રિતતા અને અસંસ્કારિતા દેખાય છે. પ્રોઝોરોવ કુટુંબને એક ઓરડામાંથી બીજા ઓરડામાં ધકેલતી નતાશા અંતે આખા કુટુંબને બહાર કાઢી મૂકે છે. બીજા અંકમાં પોતાના બાળક બોબિકને સારો ઓરડો મળે, તે માટે ઇરિનાને ઓલ્ગાના ઓરડામાં ફેરવવાની યોજના કરે છે. લાગણીને નેવે મૂકીને માત્ર સ્વાર્થની દૃષ્ટિએ તોલ કરતી નતાશા ત્રીજા અંકમાં નકામી થઈ ગયેલી ઘરડી નોકરડી અનફિસાને કાઢી મૂકવાની વાત કરે છે. આ જ અંકમાં નાટચકાર ચેખોવ એક અનોખું દૃશ્ય આપે છે. નતાશા મીણબત્તી લઈને કશું જ બોલ્યા વગર પસાર થઈ જાય છે. આ સમયે માશા કહે છે : ‘એ એવી રીતે જાય છે કે જાણે એણે જ આગ ચાંપી હોય !' આ વાત કેટલી સૂચક છે ! નતાશાએ ગામનાં ઘરોમાં નહીં, પણ આ પ્રોઝોરોવ કુટુંબની નાની મઢુલીને તો લાહ્ય લગાડી જ છે. છેલ્લા અંકમાં ઑલ્ગા અને અનફીસા સરકારી મકાનમાં રહેવા જવાની તૈયારી કરતાં દેખાય છે. ઇરિનાને રાચરચીલાના ઓરડામાં રાખવામાં આવે છે. પોતાની સોફી માટે એ આન્દ્રેનો ખંડ બદલવા ચાહે છે. આ સોફી એ કદાચ પ્રોટોપોપોવનું બાળક હોવાથી આખાય પ્રોઝોરોવ કુટુંબને હાંકી કાઢવાનું નતાશાનું કામ પૂરું થાય છે. નાટકના અંતમાં ઘરની બહાર બગીચામાં આન્દ્રે બાબાગાડીમાં બાળકને ફેરવતો હોય છે. નતાશા ઘર બહારનાં વૃક્ષો અને છોડોને કાપી નાંખવા ચાહે છે. ત્રણે અંકોની કાર્યભૂમિ ઘરમાં રાખીને છેલ્લો ચોથો અંક ઘરની બહાર યોજવામાં ચેખોવની સૂક્ષ્મ 9 ‘શ્રી સિસ્ટર્સ”ના સર્જકની કલા કલાસૂઝ પ્રગટ થાય છે. અંતે થતો નતાશાનો વિજય એ દુરિતનો વિજય છે એમ સ્વીકારવું પડશે. આ આખાય નાટકનો ધ્વનિ છે : “It's all the same.' પોતાની આશા સફળન થાય, ત્યારે પાત્રો આમ કહીને મન વાળી લે છે. આશાના જ્વાળામુખી પર વારંવાર પગ મૂકીને ઉઠાવી લેતા લાગે છે. શૈબુતિકિન માને છે કે પોતે પાછો આવે તો ય ઠીક અને ન આવે તો ય ઠીક. શિક્ષક કુલિગિન માને છે કે મૂછ હોય તો ય ઠીક અને ન હોય તો ય ઠીક. મૉસ્કો જવાની તીવ્ર ઝંખના ધરાવતી ઑલ્ગા અંતે મૉસ્કો જવાનું પસંદ કરતી નથી. નાટ્યાંતે ‘આપણે જીવવું જોઈએ’ એવો આશાનો સૂર ઉચ્ચારાય છે, ત્યારે શૈબુતિકિન ‘It's all the sameથી જવાબ વાળે છે. અહીં પ્રણયની ઝંખના છે, પણ ઇરિના અને તુઝેનબાચ એને શબ્દોમાં પણ મૂકી શકતાં નથી. લગ્ન અને મિલનની લેશમાત્ર આશા વિના વિખૂટાં પડવાનું છે. ભંગાર બની જતી આશાઓ અને વણછીપી લાલસાઓ ભાવકના ચિત્ત પર વિષાદની ઘેરી છાપ પાડે છે. આમાં ય નાટકનું સૌથી વધુ કરુણ દશ્ય તો નાટકનો અંત છે. ત્રણે બહેનોનાં જીવનની એકલતાને ઓછી કરનારા લશ્કરના માણસો ગામડું છોડીને જઈ રહ્યા છે અને ફરી એમનાં જીવનમાં સર્વત્ર રિક્તા વ્યાપી રહી છે. મૉસ્કોનો સૂર્યપ્રકાશ પામવાની આશા વધુ ને વધુ દૂર ગઈ છે. બ્યુગલના અવાજ સાથે લશ્કર પ્રયાણ આદરે છે. તુઝેનબાચના મૃત્યુના હૃદયભેદક સમાચાર મળે છે. સ્વપ્નશીલ વેર્રીિનિન કશું કર્મ કરતો નથી. કર્મશીલ તુઝેનબાચ હણાય છે. શૈબુતિકિનને તો પોતે જીવે છે કે કેમ તે જ પ્રશ્ન છે. ઑલ્ગા સંગીતમાં જીવન જીવવાની ઝંખના જુએ છે : સહેજ વધારે સંગીતની છોળ ઊડે તો આપણે કેમ જીવીએ છીએ તે સમજી શકાય ? માશાના જીવનને કંઈક શાંતિ આપનાર

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80