Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 46
________________ શબ્દસંનિધિ કાવ્ય તેનાં ચિરંજીવ દૃષ્ટાંતો છે. ૧૯૬૯માં ગાંધી શતાબ્દીના વર્ષમાં આવાં રમખાણ થયાં ત્યારે કરસનદાસ માણેકે ‘શતાબ્દીનો જલસો જુઓ ઝળહળે છે!' એવું કાવ્ય આપ્યું હતું. આવો બનાવ બને ત્યારે ક્વચિત્ સાહિત્યકાર આખું પુસ્તક રચાય તેટલી રાહ જોતો નથી. પ્રસંગની તત્કાળ અભિવ્યક્તિ માટે અખબારનો આશરો લે છે. આ દૃષ્ટિએ પત્રકારત્વ એ સાહિત્યની સામગ્રી ધરાવતું એનું પ્રાથમિક રૂપ છે. સાહિત્ય પત્રકારત્વને અણગમાની નજરે જુએ છે, એનું એક કારણ પત્રકાર ઉપયોગમાં લેતી ભાષાના ઘેરા રંગો (Loud colours) છે. વાચક પર તાત્કાલિક અસર ઊભી કરવા માટે તે અતિશયોક્તિનો આશ્રય લે છે એ પત્રકારત્વની મોટી કમજોરી છે. ‘The Times' અને ‘ગાર્ડિયન' જેવાં અખબારો શબ્દની અભિવ્યક્તિમાં જે સમતોલપણું રાખે છે તે ધડો લેવા જેવાં છે. આમ છતાં પત્રકારત્વ સાહિત્યની કાચી સામગ્રી પૂરી પાડે છે. વર્તમાનપત્રોનું અનુભવવિશ્વ અસીમ છે. ‘ન્યૂઝ સ્ટોરી', સામાજિક બનાવો, રાજ કીય પરિસ્થિતિ, દેશવિદેશમાં બનતા વિલક્ષણ બનાવો – આમ વર્તમાનપત્રે પોતાનો પથારો એટલો વિશાળ બનાવ્યો છે કે એનાથી સાહિત્ય પણ અળગું રહી શક્યું નથી. ઘણી નવલકથાઓનું કથાવસ્તુ, પાત્રો, એમાંનાં સમાજચિત્રો અને એનું સેટિંગ – આમાંથી કેટલીક સામગ્રી વર્તમાનપત્રમાંથી સીધી લીધી હોય અથવા તેની સીધી અસર ધરાવતી લાગે છે. સાહિત્યકારની સામગ્રીનું એક મહત્ત્વનું સાધન વર્તમાનપત્ર બન્યું છે. રોજિંદા જીવનનું અવલોકન, સ્વાનુભવ, ઇતિહાસ, વિજ્ઞાન અને બીજાના અનુભવો જેવાં સામગ્રી મેળવવાનાં અન્ય સાધનો સર્જક પાસે છે પણ સાહિત્યનું મૂલ્ય સામગ્રી પરથી અંકાતું નથી, જ્યારે વર્તમાનપત્રનું મૂલ્ય સામગ્રી પરથી અંકાય છે. વર્તમાનપત્રમાં વેધક રજૂઆત અને સચોટ શૈલી હોય છે. પણ તે સાહિત્ય અને પત્રકારત્વ હંમેશાં ‘સેન્સેશનલ’ સામગ્રીની શોધમાં રહે છે. સાહિત્ય માટે આવી સામગ્રીની અનિવાર્યતા નથી. રોજના જીવન સાથે સંપર્ક રહે તે માટે વર્તમાનપત્રને એની જરૂરિયાત લગભગ અનિવાર્ય છે. શાશ્વત સાથે સંબંધ બાંધવા માટે સાહિત્યની જરૂર છે. વર્તમાનપત્રમાં જોવા મળતું શાશ્વત સાથે સંબંધ બાંધી આપનારું સાહિત્ય અપવાદરૂપ છે. સાહિત્ય વર્તમાનપત્રથી જલકમલવતું કદી રહી શકવાનું નથી. બીજી બાજુ સાહિત્ય વિના વર્તમાનપત્રો ખોડંગાતાં ખોડંગાતાં પણ ચાલશે, પરંતુ એમનો અવગમનનો - કોમ્યુનિકેશનનો – ધર્મ બજાવવામાં પૂરાં સફળ નહીં થાય. આથી જ આજનાં વર્તમાનપત્રોએ માત્ર સમાચાર આપીને બેસી રહેવાને બદલે પોતાની વસ્તુસામગ્રીને વધુ સાહિત્યિક ફોરમ આપવા પ્રયાસ કર્યો છે. આમાં સાહિત્યસ્વરૂપોને ચુસ્ત વળગી રહેવાને બદલે પોતાની જરૂરિયાત પ્રમાણે અખબારોએ કેટલાક મૌલિક ઉમેરા ક્યું છે. આ માટે આપણાં અખબારોમાં આવતાં ‘આજ ની વાત' જેવાં સંવાદના કૅલમનું દૃષ્ટાંત જોઈએ. અહીં નાટકના સાહિત્યસ્વરૂપમાં પ્રયોજાતા સંવાદને અખબારે પોતાની આગવી રીતે ઉપયોગમાં લઈ લીધો છે. કટાક્ષલેખોમાં સમર્મ હાસ્યરસ (Humour) વિશેષ હોય છે, જ્યારે અખબારોમાં પ્રગટ થતી કટાલિકાઓમાં નર્મયુક્ત વાકચાતુરી (Wit) વિશેષ હોય છે. હાસ્યલેખોમાં મનુષ્યની વૃત્તિ પર હાસ્ય હોય છે, જ્યારે અખબારમાં પ્રગટ થતી કટાક્ષિકાઓમાં તત્કાળ બનતી ઘટનાઓને વણીને વ્યક્તિ, પક્ષ કે સંસ્થા પર ઘણી વાર કટાક્ષ ફેંકાતો હોય છે. આવી જ રીતે સાહિત્યની ટૂંકી વાર્તાઓ અખબારી સત્યકથી કે સમાજ કથાનું રૂપ ધારણ કર્યું છે. પોતાની મર્યાદામાં રહીને પણ સૌથી વિશેષ અખબારી નિબંધના કલાસ્વરૂપને આત્મસાત્ કરવાનો પ્રયત્ન કર્યો છે. શ્રી કરસનદાસ માણેક, ‘નારદ’ અને વેણીભાઈ પુરોહિત જેવાઓએ જૂના આખ્યાન કે છપ્પાના

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80