Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 65
________________ શબ્દસંનિધિ ધરાવતું ગીત ગાતી હશે ! રોજ રોજ ઉંબરા આગળ ફૂલ મૂકીને વિરહની અવધિ કેટલી બાકી રહી તેનો અંદાજ કાઢતી હશે. આમ યક્ષનું હૃદય પત્ની પ્રત્યે સાનુક્રોશ છે. યક્ષ આત્મવિશ્વાસથી મેઘને કહે છે કે ભાઈ, મેં જે કહ્યું છે, તે બધું થોડા જ વખતમાં તને પ્રત્યક્ષ થશે. વિરહમાં ગમે તેટલું સહેવું પડે તો ય ચારેક મહિના પછી ફરી મળવાનું છે એવી દૃઢ પ્રતીતિ યક્ષના હૃદયમાં છે અને આથી જ એને પ્રકૃતિમાં સંભોગનાં દૃશ્યો દેખાય છે. એનો પ્રણયરસ ચેતનવંતો રહ્યો છે. આવું પ્રેમસભર હૃદય ધરાવતા યક્ષને આથી જ આ સૃષ્ટિ જોવા જેવી લાગે છે. ‘વિક્રમોર્વશીયમ્'માં પુરૂ રવાને ઉર્વશી પ્રત્યે પ્રેમ હોવાથી ઉર્વશીના વ્યક્તિત્વના વિવિધ અંશ એને પ્રકૃતિમાં દેખાય છે. એ જ રીતે યક્ષનો મનોભાવ પ્રકૃતિમાં અનુસ્મૃત બની ગયો છે. આવો યક્ષ નર્યો કામાતુર કે શ્રી બુદ્ધદેવ બસુ કહે છે તેમ લિબિડો (libido) ભારાતુર જીવ નથી. યક્ષના પાત્રને આધુનિક ફ્રૉઇડવાદી વિવેચનાથી મૂલવી શકાય તેમ નથી, કારણ કે યક્ષ એ વિકૃત મનોવિજ્ઞાનનો વિષય નથી. કિંતુ માનવીય સંસ્કારિતાનો અને હૃદયઔદાર્યનો નમૂનો છે. એની ભદ્ર પ્રકૃતિ એના વિનય અને નમ્રતામાં પ્રગટ થાય છે. કોઈ વિકૃત માનસને બદલે એ તો માનવીના આભિજાત્ય, ઔદાર્ય, નમ્રતા જેવા સમૃદ્ધ ભાવો ધરાવે છે. સ્થૂળ દૃષ્ટિએ જોઈએ તો કદાચ યક્ષની ઉક્તિ અતિશયોક્તિપૂર્ણ અને લાંબા પથરાટવાળી લાગે, પણ કવિ તો સ્થૂળ વાસ્તવિકતાથી એક ડગલું આગળ વધીને માનવભાવના સૂક્ષ્મ વાસ્તવને કાવ્યમાં આકાર આપે છે. યક્ષની ઉક્તિ એ તો હૃદયમાં ચાલતા ભાવપ્રવાહનું જ પ્રકટીકરણ છે, તેથી ઉક્તિની દીર્ધતા સ્વાભાવિક લાગે છે. તે પ્રકૃતિનાં પાર્થિવ તત્ત્વોને કેવા અવનવા ભાવથી ભરી દે છે ! યક્ષની આ વિશિષ્ટ દૃષ્ટિ જ બધાં પ્રકૃતિશ્યોને પોતાની ભાવનાની પીંછી વડે અનોખા રંગે ૧૨૦ મેઘદૂત'ની ભાવસૃષ્ટિ રંગે છે. કાવ્યની પાર્શ્વભૂરૂપે આલેખાયેલ વર્ષાઋતુનો સન્નિવેશ પણ યક્ષના ભાવ તથા પ્રકૃતિદૃશ્યોને વિશેષ મનોહર બનાવે છે. આવા રંગદર્શી વસ્તુ(romantic theme)માં અવનવા મનોરંજ કે અને તરલ રંગો પૂરવામાં દૃશ્યચિત્રો (landscape paintings) ઘણો ફાળો આપે છે, પણ આપણે આ દૃશ્યચિત્રોને યક્ષના ચિત્તાકારોથી જુદાં પાડી શકતા નથી. દૃશ્યચિત્રોની ચરિતાર્થતા ભાવદર્શના રૂપે જ સધાય છે. પર્વત ઉપર રહેલા વાદળને વક્રીડામાં વાંકા વળેલા હાથીની ઉપમા આપીને દૃશ્યને સુંદર રીતે સાકાર કર્યું છે. એ મેઘને અલકાનગરીમાં આવેલા પોતાના નિવાસસ્થાનમાં જવાનું કહેતો યક્ષ એક જ લીટીમાં તેની સુંદરતા સાકાર કરી દે છે. વીઘોઘાનશ્ચિતદરે રરન્દ્રીયૌતદખ્ય [જ્યાંની હવેલીઓ બહારના ઉદ્યાનમાં રહેલા શિવના મસ્તક ઉપરની ચંદ્રિકામાં સ્નાન કરતી હશે.] પણ રંગદર્શી વસ્તુ અને દૃશ્યચિત્રોનું સૌથી સુંદર મિશ્રણ તો કવિએ કલ્પેલા મેઘના માર્ગમાં જોવા મળે છે. આને ભૌગોલિક આધાર છે, પણ કાલિદાસ આમાં ભારતની કાવ્યમય ભૂગોળ (poetic geography) આલેખી ભારતીય સંસ્કૃતિના કવિ તરીકેની પોતાની પ્રતિભા છતી કરે છે. આ રંગદર્શી વસ્તુનો સાક્ષાત્કાર કરાવવા માટે કવિકલ્પના ગગનમાં ઊડે છે અથવા એમ કહો કે આ ચિત્રો કવિએ કલ્પનાથી આકાશયાનમાં બેસીને આલેખ્યાં હોય તેવાં લાગે છે. મેઘના માર્ગનો આરંભ જ જુઓ. મંદ મંદ વાતો અને તેના માર્ગને અનુકૂળ એવો પવન, તેની ડાબી બાજુએ મધુરું ગાન કરતાં ચાતક, હારબંધ ગોઠવાઈ ગયેલી બલાકાઓ, પૃથ્વી પર ઊગેલાં છત્રીપુષ્પો, કૈલાસ સુધી સાથ આપનારા હંસો અને તેના (મેઘના) વિરહને લીધે ઊનાં આંસુ વહાવતો પર્વત – આ બધાં વડે કવિ મેઘના માર્ગને જીવંતતા, હૃદયંગમતા અને કલાત્મકતા અર્પે છે. ત્યાંથી આગળ

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80