Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 78
________________ શબ્દસંનિધિ ગાતા શરદબાબુનાં કલ્પનો દ્વારા ‘-અદૃશ્ય-સાદે'માં આકૃત કરી છે, તેમ ‘પ્રતીતિમાં સહ્યા નહીં જતા વેહના વ્રણને ‘શબ્દની તૂટતી વાંસળીમાં દૂઝવા દીધા છે. આ માંડેલી વારતાનું શું ?' એ રચનામાં પણ પ્રેમનાં કાર્ડિયોગ્રામમાં બળતી જવાલાઓની વિઘુરેખાઓની રાખ ઊડે છે. સૌથી વધુ વેધક કાવ્ય “ક્ષણોના લાક્ષાગૃહમાં” છે. તેમાં કવિની વાણી પેગંબરી આવેશ ધારણ કરે છે. સમયના યંત્રમાં પિસાઈ રહેલા માનવીનો આક્રોશ અને ક્ષણોના જનનસ્થાનને થંભાવી દેવા મથતો. પડકાર તેમાં સંભળાય છે. જિંદગીની ક્ષણભંગુરતાને ભાતભાતનાં કલ્પનોથી શણગારીને એ પડકારે છે : * બંધ કરી દો એ ક્ષણોનું જનનસ્થાન ક્ષણોએ જ મચાવ્યો છે આ તરખાટ ક્ષણોએ જ રચ્યો છે આ ઘાટ. સમયની આ વાટે : વાટનો આ સમયે. પંખીના દેહમાંથી છૂટો પાડી દો એના કંઠનો ટહુકોટહુકો અનંગ, ટહુકો અદઉં... મોન્ટા-કૉલાજ : પ્રતીક્ષાના સમુદ્રનાં ઊછળતાં મોજાં એની ભાવિ પેઢીઓને વારસામાં આપી જવી છે માત્ર પેલી કાળસંદૂક. મૃત્યુનો મોટો વારસો જ દરેક પેઢીને મળે છે તે સત્ય કવિએ નીચેના શબ્દોમાં મઢયું છે : મિત્રોના આરસની ફરસ જેવા ઠંડાગાર કપાળના ડામ જે મારી હથેળીમાં પડ્યા તેવા ડામ કદાચ નહીં સહન કરી શકે આ સંતાનો : કે પછી, સંતાનોને મળી હશે કે મારા જેવી દાઝ કણી હથેળીઓ વારસામાં ? ભવિષ્યના આરસામાં !” ક્ષણોનાં લાક્ષાગૃહોમાં પ્રવેશદ્વારો જ હોય છે, છટકબારી નથી હોતી, એટલે ભવિષ્યની પેઢીઓ તેમાં પ્રવેશ્યા જ કરશે ને તેમાંથી કોઈને કદાચ અચાનક જેમાં પેલી ખાન-પાન-ગાનની કોઈક ક્ષણોને સાચવી રાખેલ તે કાળ-સંદૂક મળી આવે એવી આશા પ્રગટે છે : પ્રતીક્ષાની બળતી વાટને પોતાની ચાંચમાં લઈને ઊડતું પેલું પંખી ક્યારે છમકારી દેશે ક્ષણોના આ-ઉ-છળતા આ છળતા સમુદ્રમાં !” આમ જગદીશની કવિતાઓ પ્રવર્તમાન યુગનાં ‘અનંત ઊછળતા પ્રતીક્ષા સમુદ્રને મર્મવેધક વેદનાનો છમકાર આપીને તેને કાળ-સંદૂકમાં ઉતારી દીધી છે એમ કહી શકાય. જગદીશ જોષીની કવિતામાં માણસોના હસતા ચહેરાની ત્વચા નીચે રહેલાં આંસુઓનાં કુંડ છલકાય છે. કવિ ‘એક અશરીર દર્દમાં કહે છે : એને હું સંઘરી રાખું મારા જીવનની ખાન-પાન-ગાનની ક્ષણોની જેમ : અને, દાટી દઉં એને ધરતીના ગર્ભમાં ઊંડે ઊંડે એક પોલાદી કાળ-સંદૂકમાં એટલું તો સચવાઈ રહેશે ભવિષ્યની પેઢીઓ માટે ! બાકી, મારી વેદનાઓને ચાહવા મારી નિષ્ફળતાઓને ચાવવા (વાહ, મારી મમતાની વાહવાહ !) તૈયાર છે આખીય ધરતીનો આ વાંઝિયો પટ *

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80