Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 79
________________ શબ્દસંનિધિ (૨) હોવા કરતાં ન હોવાનું સુખ ક્યારેક અશ્વત્થામા જેવું ચિરંજીવ હોય છે....” કાવ્યમાં સતત ક્રિયા દર્શાવતાં પ્રતિરૂપોની ગોઠવણી કરવાનો કસબ સ્થળે સ્થળે દેખાય છે. કવિનો પ્રતીક્ષાનો ભાવ ‘પાળિયામાં પ્રગટ થાય છે. કાંટાની વાડથી ડુંગરની ધાર સુધી કવિની નજર ફરી વળે છે. ધારના પીપળા હેઠળની શિલા પર સ્થિર થતા દેખાતા પાળિયા, તેના પર કોતરેલ ઘોડેસવાર અને તેના હાથનું હથિયાર તથા તેની નીચે કોતરેલો લેખ જુ એ છે જેમાં કવિ પોતાનું નામ શોધે છે. જ્યારે આયુષ્ય વિશે તો કવિ કહે છે : “પાંખમાંથી છૂટું પડી ધરતીની કાખમાં સમાય એટલા સમય પૂરતું જ છે આયુષ્ય ઓ આયુષ્યનું." જગદીશની એક વિશેષતા એ છે કે ઊંડી અનુભૂતિથી રણકતી સચ્ચાઈ તેના કાવ્યોદ્ગારમાં સંભળાય છે. તેનું કથન ક્યાંયે પોલું કે મેદસ્વી લાગતું નથી; કેમકે જીવનની આરપાર જોવા મથતી દૃષ્ટિનું તેજ તેના શબ્દોમાં ઊતરેલું હોય છે. મૃત્યુના ઓથાર નીચે એ વાત કરે છે ત્યારે રાવજી સાંભરે. પણ રાવજીમાં ગ્રામજીવનનો સંદર્ભ, ધરતીમાંથી ફૂટતા તૃણની જેમ સ્વાભાવિક ઊગતો જાય છે; જ્યારે જગદીશ મોટેભાગે શહેરી sophisticationથી એકલતા, રિક્તતા અને ભગ્નાશતાને સૂચવતાં કલ્પનોની ભરમાર ગોટાવે છે. રાવજીનો સૂર વધુ. મંદ્ર, વ્યાપક અને વેધક એ જુદી વાત. બધી જ રચનાઓ ગદ્ય વાહનમાં છે. તેમાં પદ્યને ઈર્ષ્યા આવે મોન્ટા-કૉલાજ : પ્રતીક્ષાના સમુદ્રનાં ઊછળતાં મોજાં એવા ગદ્યના લયબદ્ધ ચોરસા ગોઠવાઈને મનોરમ આકાર રચે છે. ટાઢા ડામને ઉપસાવવા માટે પદ્ય કરતાં ગદ્ય વધુ કારગત થાય છે–તેની પ્રતીતિ ગઘવાહનમાં વિચરતી આધુનિક કવિતાએ કરાવી આપી છે. જગદીશની કવિતાનો એમાં સક્રિય ફાળો છે. એમાં “મૃત્યુની બાઝેલી શેવાળને’ સમજાવવા એ કેટકેટલા પદાર્થોના સંદર્ભો એકસાથે ઉપસાવી આપે છે ! તેમાં કવિની વેદનશીલતા અને કલ્પનાની નાજુ કાઈ કસોટીએ ચડતી દેખાય છે. બે-ત્રણ જ દૃષ્ટાંત જોઈએ: (૧) “તપખીરિયા આરસની પ્રતિમાના માથા પર છુટ્ટી વાળ બનીને રાત ફરક્યા કરે છે.” (‘અશરીર દર્દ”) વૃક્ષોને જેમ આકાર હોય છે : એમ આંસુને પણ એક પ્રકાર હોય છે : વૃક્ષને ધરતીનો, તેમ આંસુને ભૂતકાળની આંખોનો એક આધાર હોય છે.” | (‘મિત્રોને...) (૩) સપનાના તરંગો પર લહેરાતી વનરાઈ : ચાંદની ઓઢીને આફેલગાફેલ પડેલી વનરાઈનાં ઘેઘૂર અંગો ઉપર પવનનો સર કતો હાથ ફર્યો... અને સમગ્ર કાળને થયેલા રોમાંચની ચાડી ખાઈ બેઠાં સૂકાં-સૂનાં પાંદડાંઓ !” (‘મોન્ટા-કૉલાજ') જગદીશ જીવનની આશા, શ્રદ્ધા અને માંગલ્યનાં કાવ્યો, કદાચ, ૧૪૮

Loading...

Page Navigation
1 ... 77 78 79 80