Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 75
________________ શબ્દસંનિધિ મુનશીનાં સ્ત્રીપાત્રો વ્યક્તિનેહને મહત્ત્વ આપે છે, જ્યારે ગોવર્ધનરામનાં સ્ત્રીપાત્રો માત્ર વ્યક્તિનિષ્ઠ ન રહેતાં આગળ નજર દોડાવે છે. ‘પુરુષ કે સ્ત્રી બેમાંથી કોઈનું યે જીવન પ્રણયપ્રેરિત સંસાર વિના સંપૂર્ણ નથી' એવો મુનશીનાં પાત્રોનો સંદેશ છે, જ્યારે ગોવર્ધનરામની ભાવના સરસ્વતીચંદ્રને મુખે જ વ્યક્ત થઈ છે – “સ્ત્રીમાં પુરુષના પુરુષાર્થની પર્યાપ્તિ થતી નથી.’ આમ મુનશીનાં પાત્રો વ્યક્તિ પ્રેમમાં રંગાયેલાં છે અને જીવનની ધન્યતા પણ એમાં જ એનુભવે છે. જ્યારે ગોવર્ધનરામનાં સ્ત્રીપાત્રો વ્યક્તિનિષ્ઠ સ્નેહથી પણ આગળ વધેલાં વ્યાપક પ્રેમભાવનાવાળાં જોવા મળે છે. ગોવર્ધનરામનાં સ્ત્રીપાત્રો સમાજની દૃષ્ટિએ વધુ વિચાર કરતાં લાગે છે, જ્યારે મુનશીનાં પાત્રો સમાજની બહુ પરવા કરતાં નથી, એટલું જ નહીં પણ ક્યારેક તો સમાજને આઘાત પણ આપે છે. સમાજની દૃષ્ટિને જ લક્ષમાં રાખીને ગુણસુંદરી જેવું પાત્ર કુમુદ વિશે કેવા અભિપ્રાય બાંધે છે ! આમ ગોવર્ધનરામનાં સ્ત્રીપાત્રો મુનશીનાં સ્ત્રીપાત્ર કરતાં વધુ સમાજનિષ્ઠ છે. વળી મુનશીનાં સ્ત્રીપાત્રોને ગોવર્ધનરામનાં સ્ત્રીપાત્રોને મુકાબલે ઇષ્ટ-અનિષ્ટનો ખ્યાલ ઓછો જણાય છે. મુનશીનાં સ્ત્રીપાત્રો સમય આવ્યે પોતાના મોહિનીસ્વરૂપનો પણ ઉપયોગ કરે છે, પ્રસન્ન આ રીતે જ પોતાના મોહિનીસ્વરૂપનો ઉપયોગ કરી મોરારપાળને બનાવે છે અને મંજરી પણ પોતાની ખીલતી જુવાનીમાં રહેલા પ્રબળ જાદુ વડે મણિભદ્રને મોહાંધ બનાવે છે. ગોવર્ધનરામનાં સ્ત્રીપાત્રો મોહિનીસ્વરૂપનો ઉપયોગ કરતાં નથી. તેમનાં સ્ત્રીપાત્રોને ઇષ્ટ-અનિષ્ટના ખ્યાલો વળગેલા છે. મુનશીનાં પાત્રો ગોવર્ધનરામનાં સ્ત્રીપાત્રોને મુકાબલે વધુ સ્વતંત્ર છે. તનમન અને કુમુદની સ્થિતિ સરખી જ છે. કુમુદ પ્રમાદધનને સ્વામી તરીકે સ્વીકારે છે, જ્યારે તનમન પોતે ખરીદાયેલી હોવાથી તેની તુલના: ગોવર્ધનરામ અને મુનશીનાં સ્ત્રીપાત્રો સાથે અન્ય કોઈ પ્રકારનો સંબંધ રાખવાની ના પાડે છે. વળી કુમુદ તો પડ્યું પાનું નિભાવી લે છે, જ્યારે તનમન પ્રબળ વિરોધ કરે છે. આ બંને સર્જકોનાં સ્ત્રીપાત્રો થોડાં અવાસ્તવિક પણ ક્યારેક લાગે છે. ગોવર્ધનરામનાં સ્ત્રીપાત્રોમાં ભાવનાના રંગો વધુ પ્રમાણમાં પુરાયેલા હોવાથી અને મુનશીનાં સ્ત્રીપાત્રોમાં કલ્પનાના રંગો વધુ પ્રમાણમાં હોવાથી બંનેનાં પાત્રો પુરુષો પર સારો એવો પ્રભાવ પાડે છે. મુનશી પ્રથમ સંઘર્ષ બતાવી આ પ્રભાવ આલેખે છે. જ્યારે ગોવર્ધનરામ એવો સંઘર્ષ નિરૂપતા નથી. વળી મુનશીનાં પાત્રોમાં અહમ્ ઊછળતો પણ દેખાય છે. મુનશીનાં સ્ત્રીપાત્રો ક્યારેક પુરુષવેશે જતાં, પતિ સાથે ભાગી છૂટતાં, પોતાના મોહિની સ્વરૂપનો ઉપયોગ કરતાં અને તેના ઐતિહાસિક રંગને કારણે ઓછાં વાસ્તવિક લાગે છે. વળી ‘કોનો વાંક ?'ની મણિ છાપરે કૂદે છે તેવું ગોવર્ધનરામના એકે પાત્રમાં જોવા મળતું નથી. ગોવર્ધનરામનાં પાત્રોને જમાનાથી જુદાં પાડી શકાતાં નથી. તે સમકાલીન જમાનાના વિશિષ્ટ અંશો ધારણ કરે છે. વળી કર્તાએ કહ્યું છે તેમ ‘વાર્તાનો સમય છેક સમીપનો અને પ્રદેશ આપણી ગુર્જર વસ્તીનો રાખેલો છે.' જ્યારે શ્રી મુનશીનાં પાત્રો વિશિષ્ટ દેશકાળનાં પાત્રો ન લાગતાં સર્વસામાન્ય દેશકાળનાં તેજસ્વી પાત્રો તરીકે છાપ પાડે છે. ગોવર્ધનરામનાં પાત્રોએ સમાજ ઉપર સારી એવી અસર કરી હતી. શ્રી વિશ્વનાથ ભટ્ટ કહે છે તેમ ‘સરસ્વતીચંદ્ર'ની માફક ‘આખી વાચક આલમમાં કૌતુકનો, ચિંતાનો અને પૃચ્છાનો વિષય બની જાય એવું પ્રભુત્વ ગુજરાતમાં બીજી એક પણ વાર્તાએ મેળવ્યું નથી.વળી એમનાં સ્ત્રીપાત્રોએ સમાજ પર ભારે અસર કરી હતી. જ્યારે શ્રી

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80